Pravah Paltayo by Harkishan Mehta પ્રવાહ પલટાયો આ 'પ્રવાહ પલટાયો' માં એક સ્ત્રી ડાકુ વિષે લખિયું છે કે ચંબલના નામચીન ડાકુઓના જીવન પરથી વાર્તા લખતા લખતા એક વિચાર સુઝ્યો કે કાલ્પનિક પાત્ર પરથી ડાકુ-કથા લખી છે. ચંબલના સેકડો ડાકુઓમાં ફક્ત એક જ સ્ત્રી ડાકુ થઇ છે પુતલીબાઈ! એ નાચનારીને સુલતાના ડાકુ પોતાના મનોરંજન માટે ઉઠાવી ગયો તેમાંથી પુતલી માટે ડાકુ પુતલીબાઈ બનવાના સંજોગો સર્જાયા હતા. તેને બદલે કોઈ શિક્ષિત, સંસ્કારી અને સુશીલ યુવતી ને ડાકુ બનવાની ફરજ પડે તો શું થાય ? બસ, આ ઉલઝનમાંથી ગંગાનું પાત્ર ઘડાયું. ડાકુ યુવતી અને ડોક્ટર યુવાન, બને પરસ્પર પ્રેમમાં અટલ અને છતાં બને પોતપોતાના માર્ગમાં અચલ..... આ સંઘર્ષ જ "પ્રવાહ પલટાયો" કથાનો અંતિમ મુકામ બની ગયો .