Buy Prashna Ej Uttar Gujarati Book by Swami Sachchidanand Online at Low Prices પ્રશ્ન એ જ ઉત્તર - સ્વામિ સચ્ચિદાનંદ ભાઈશ્રી સવજીભાઈ પટોળિયા – (ધોરાજી)એ મારાં 48 પુસ્તકોમાંથી ‘સંકલન’ કરીને, આ પુસ્તકની રચના કરી છે. મારાં પુસ્તકોમાં ચિંતનની પ્રધાનતા રહે છે. એટલે જો કોઈ સંશોધકને તેમાંથી સુવાક્યો તૈયાર કરવાં હોય તો, ઘણી સગવડ મળી શકે તેમ છે. જુદા-જુદા સમયે જુદી-જુદી પરિસ્થિતિમાં જુદા-જુદા વિષયો ઉપર મારા દ્વારા લગભગ 95 પુસ્તકો આજ સુધી લખાયાં છે. મારે સ્વીકાર કરવો જોઈએ કે સમયની સાથે મારા વિચારોમાં પરિમાર્જન થતું રહ્યું છે અને આજે પણ થઈ રહ્યું છે. આના કારણે હું રૂઢિવાદી થઈ શક્યો નથી, તેને હું મારું સદ્ભાગ્ય માનું છું.