Prakruti Ane Praani Jagat By Nagendra Vijay
પ્રકૃતિ અને પ્રાણીજગત
નગેન્દ્ર વિજય
પાંત્રીસેક વર્ષ પહેલાં અંતરિક્ષમાં ગયેલા અમેરિકી ચંદ્રયાત્રીઓ સફેદ વાદળોની ટશરો વચ્ચે ડોકાતી ભૂરાલીલા અને તપકીરિયા ચકામા જેવી પૃથ્વીનો જે પ્રથમ ફોટોગ્રાફ પાડી લાવ્યા એ કદાચ આપણા ગ્રહનો સર્વશ્રેષ્ઠ અને સૌથી નયનરમ્ય ચિતાર હતો. આ તસવીરે એમ પણ સાબિત કર્યું કે લગભગ એક કરોડ પૃથ્વીવાસી સજીવો પૈકી મનુષ્ય નામનું પ્રાણી બૌદ્ધિક રીતે સૌથી આગળ નીકળી સર્વશ્રેષ્ઠ બનવા સજાર્યું હતું.
આ પુસ્તકનો વિષય પૃથ્વીનો સર્વશ્રેષ્ઠ ફોટોગ્રાફ નથી તેમ સર્વશ્રેષ્ઠ પ્રાણી નથી. વિષય છે અંતરિક્ષમાં ગોઠવાયેલા કેમેરાને ન દેખાયેલી અને જમીન પર કદમ માંડીને ચાલતા મનુષ્યની પણ ક્યારેક નજર બહાર જતી પ્રકૃતિ તથા પ્રાણીસૃષ્ટિ, જેનો પરિચય વિજ્ઞાનલેખક નગેન્દ્ર વિજય પોતાની સરળ અને રસાળ શૈલીમાં કરાવે છે. ઉત્ક્રાંતિથી શરૂ કરતી લેખકની કલમ સજીવોના શાપરૂપ સ્થળાન્તર, જીવજગતમાં સંદેશાની આપલે, મૂંગાં પ્રાણીઓની બૉડી લેન્ગ્વેજ, પંચમ સૂરમાં ગાતાં પંખીડાંની સંગીતકળા, પ્રાણીજગતમાં પરગજુતા અને પાર્ટનરશિપ, પ્રાણીઓ તથા પક્ષીઓની કથિત બુદ્ધિમત્તા, સજીવોનો ઙ્ગતુપ્રવાસ, શિકારી સામે તથા માંદગી સામે સ્વબચાવની રીતો, વર્ષાજંગલોની જીવસૃષ્ટિ અને ધ બર્ડ મિસ્ટરી ઑફ જાતિંગા વગેરે હેરતઅંગેજ વિષયોને આલેખે ત્યાં સુધીની વાંચનસફર એક રોમાંચક અનુભવ બની રહે છે.