પ્રાચીન ભૃગુસંહિતા : જ્યોતિષશાસ્ત્રનો મહાગ્રંથ
કર્તા : મહર્ષિ ભૃગુ
PRACHIN BHRUGUSAMHITA (Gujarati Edition)
ભૃગુ ઋષીએ પોતાની ત્રિકાળજ્ઞાની શક્તિથી આ ગ્રંથ લખ્યો છે . પોતાના પુત્ર શુક્રની સાથે સંવાદમાં એ લખાયેલો છે .ઋષીએ આ ગ્રંથમાં અનેક જન્મકુંડળીઓ આપી છે અને તેની નીચે ભવિષ્ય કહ્યું છે .પોતાની જન્મકુંડલી શોધી કાઢી તેમાં જે ભવિષ્ય હોય તે જાણી લેવું .આ ભૃગુસંહિતાનું ફળ ખુબ જ સચોટ છે ભૃગુસંહિતામાં ભવિષ્યકથન દરમ્યાન અનિષ્ટ નિવારણ માટે મહર્ષિ ભૃગુએ અનેક અનુષ્ઠાનો, ઉપાસનાઓ, મંત્રો, વ્રતો વગેરેનો ઉલ્લેખ કર્યો છે .
આ મહાગ્રંથ બે ખંડોમાં વિભાજીત છે :
પ્રથમ ખંડ : કુંડલી પરથી ભવિષ્ય કઈ રીતે જોઈ શકાય તેની રીત તથા સમજુતી
દ્વિતિય ખંડ : હજારો કુંડળીઓના ચિત્રો (1) ભવિષ્ય કથન -પુરુષ (2) ભવિષ્ય કથન -સ્ત્રીઓ
ભારતીય જ્યોતિષ શાસ્ત્રના સિદ્ધાંત, સંહિતાને હોરા-એવા ત્રણ પ્રમુખ વિભાગ છે. સિદ્ધાંત ગ્રંથ પણ કહે છે. દિનપ્રતિદિન વ્યવહારમાં ઉપયોગી પંચાગમાંનાં ગ્રહોની ગતિ અને સ્થિતિની ગણના માટે આ ગ્રંથોની રચના થઈ છે. અવલોકન અને અભ્યાસથી અંતર્જ્ઞાન અને આંતરદ્રષ્ટિથી આકાશમાં ભ્રંમણ કરતા જ્યોતિપિંડોની ગતિ અને સ્થિતિનું અદભુત અને પ્રાકૃતિક પ્રભાવનું કથન ભારતીય જ્યોતિષીઓએ કર્યું છે. મુહૂર્તરૂપે આપણા દૈનંદિન વ્યવહારમાં આ જીવંત શાસ્ત્ર વણાઈ ગયું છે. બૃહદ્દસંહિતા, લીલાવતી સિદ્ધાંત શિરોમણી. સૂર્યસંહિતા જેવા ગ્રંથોનો એમાં સમાવેશ થાય છે.
હોરા એ કુંડલીઓનું શાસ્ત્ર છે. આકાશમંડલમાં સ્થિત ગ્રહોની સ્થિતિ, ગતિ, નક્ષત્રો-રાશિઓમાં એવું વિભાજન, એનાં બળાબળ, યોગોસંયોગોના આધારે શુભાશુભ ફલકથન, સંસ્કાર મુહુર્તોનું કથન વગેરે હોરાશાસ્ત્રમાં સમાયેલું છે. બૃહદ પારાશરી હોરાશાસ્ત્ર, બૃહદ જાતક, પારિજાત સારાવલી આદિ ગ્રંથો, જાતકનાં લક્ષણો અને ભાવિકથન માટે ઘણાં જ ઉપયોગી છે.
પરંતુ જ્યોતિષશાસ્ત્રના અભ્યાસીઓ અને સામાન્ય જનતાનું પરમ આકર્ષણ તો સંહિતા ગ્રંથો જ રહ્યા છે. સંહિતા અને નાડીગ્રંથોની ભૂજપત્ર અને તાડપત્ર પર લખાયેલ સેંકડો પોથીયો, પુસ્તકાલયોમાં અને કેટલીક વ્યક્તિઓ પાસે પણ ઉપલબ્ધ છે. સંહિતાઓ જ્યોતિષના સર્વજ્ઞાન સંગ્રહ જેવી છે. આવા લોકપ્રિય અને પ્રચલિત ગ્રંથોમાં કાલક્રમે પરિવર્તન અને પ્રક્ષિપ્ત અંશો પણ જોવા મળે છે. ભૂગુસંહિતા અને નાડીગ્રંથોમાં કુંડલીઓનાં આધારે વ્યક્તિના પૂર્વજન્મ આ જન્મ અને ભવિષ્યનું અદભુત કથન કરવામાં આવ્યું છે. પ્રત્યેક વ્યક્તિની જન્મકુંડલી પણ પ્રાયઃ સંહિતામાં મળી આવે છે.
|