પતંગિયાની અમૃતયાત્રા - ગુણવંત શાહ
(Philosophical Essays on Upanishads)
ડો.ગુણવંત શાહની સશક્ત કલમ અવારનવાર ઉપનિષદના ચિંતન તરફ વળતી રહે છે. ઉપનિષદો દ્વારા પ્રાપ્ત થતી અધ્યાત્મદ્રષ્ટિ અને આધુનિક જ્ઞાન-વિજ્ઞાન દ્વારા પ્રાપ્ત થતી જીવનદ્રષ્ટિ વચ્ચે તેઓ સુમેળ અને સંવાદિતા જોઈ શકે છે. આધુનિક જીવનની સમસ્યાઓના નિરાકરણમાં ઉપનિષદોનું અધ્યયન કેવું ઊપકારક બની શકે છે તેનો પરિચય એમની ઉપનિષદ-ચતુષ્ટયીમાં વાચકોને થશે.
ભારત ઉપનિષદોની ભૂમિ છે. ઉપનિષદોમાંથી પ્રગટ થતાં તેજકિરણો વર્તમાન કાળમાં કેવાં તો માર્ગદર્શક બની શકે છે તેની પ્રતીતિ આ ગ્રંથ વાંચનારને પાને-પાને થતી રહેશે. આપણા પ્રાચીન સત્યો આ ગ્રંથમાં અર્વાચીન વૈશ્વિક સંદર્ભમાં અહીં અભિવ્યક્ત થયા છે. એ સત્યોનું અવગાહન કરવાનું સુજ્ઞ વાચકોને આમંત્રણ છે
- દિલાવરસિંહ જાડેજા