Parbhavna Pitrai (Navalkatha) By Rajnikumar Pandya
પરભવના પિતરાઈ
-રજનીકુમાર પંડ્યા
મંદપ્રાણને પ્રાણવાન બનાવનારની કથા
રજનીકુમાર પંડ્યા માણસોમાં રહેલાં કેટલાં ય શુભ તત્ત્વોનો ઝબકાર તેમના હજારો વાચકોને ચારેક દાયકાથી કરાવતા રહ્યા છે. તેમણે લખેલી ચરિત્રનવલ ‘પરભવના પિતરાઈ’ ની ત્રીજી આવૃત્તિ તાજેતરમાં પ્રકાશિત થઈ છે આ પુસ્તક સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ, ડુંગરાળ અને જંગલઘેરા વિસ્તારના વનવાસીઓ સુધી શિક્ષણ, આરોગ્ય અને સુધારાને પહોંચાડનારા ભેખધારી નરસિંહભાઈ ભાવસાર (૧૯૧૬-૧૯૯૪) વિશે છે. તે પુસ્તક વાંચતાં, અત્યાર સુધી એમના વિશે કશું નહીં જાણતા હોવાનો રંજ થાય છે. દિલીપ રાણપુરાને અર્પણ કરેલું આ પુસ્તક પણ રજનીકુમારે - પોતાનાં કેટલાં ય પુસ્તકોની જેમ - ઘણી રખડપટ્ટી પછી લખ્યું છે
મધ્યયુગીન સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે જે શૂરા અને સતીઓના પાળિયા ઉભા છે તે આની અકાટ્ય સાબિતી છે અને વર્તમાન સમયમાં પણ દુર્ગારામ-નર્મદથી માંડીને આજ સુધી દીન,દુખિયા,પછાતની વહાર કરનારાનો તૂટો નથી પડ્યો. રજનીકુમાર પંડ્યાએ નરસિંહભાઈનું ચરિત્ર એક તેજલીસોટા જેમ આપ્યું.આ નાનકડી કથા અવાઓને શોધી કથા કે જીવનકથા રૂપે રજૂ કરવાની પ્રેરણા અવશ્ય આપશે.