Padkar Jhilo, Safalta Melavo
પડકાર ઝીલો, સફળતા મેળવો - પવન ચૌધરી
" When You Are Sinking Become a Submarine " નો ગુજરાતી અનુવાદ
અનુવાદક : કેયૂર કોટક
સ્વવિકાસ, વ્યવસ્થાપન અને રાજનીતિની સમજણ આપતું બેસ્ટ-સેલર પુસ્તક
રાજકારણમાં મુખ્યત્વે બે પ્રકારના લોકો હોય છે. એક એ પ્રકારના લોકો છે, જેમના માટે સત્તા કે સાધ્ય જ મહત્વપૂર્ણ હોય છે. અને બીજા એ પ્રકારના લોકો છે, જેમના માટે સાધ્યની સાથે સાથે સાધન પણ એટલુંજ મહત્વપૂર્ણ હોય છે. અત્યારે સારા માણસ માટે સફળતા મેળવવી મુશ્કેલ છે તેવી ધારણાને આ પુસ્તક પડકાર ફેંકે છે. આ પુસ્તક દાવો કરે છે કે સ્થાયી વિજય મેળવવા સારપની સાથેસાથે રચનાત્મક અને વિવેકની પણ જરૂર છે. રોજિંદા જીવનના ઉદાહરણો, વ્યવહારિક સૂચનો અને ઉત્તમ અંતદ્રષ્ટિની મદદથી આ પુસ્તક અનેક ભોલેનાથ લોકોને એ વિચારવા મજબૂર પણ કરે છે કે બીજાને ખભે બંદૂક ફોડીને તમે વર્તમાનમાં આગળ વધી શકશો, પણ તમારું કોઈ ભવિષ્ય નથી.