Nutan Vishwa Na Prabhatno Kalrav (Gujarati Bhavanuvaad of The Road Less Travelled )
નૂતન વિશ્વના પ્રભાતનો કલરવ
By: M.Scott Peck
સંજીવ શાહ
'The Road Less Travelled' by M.Scott Peck પુસ્તકનો ભાવાનુવાદ
સમજીને વિચારીને નવસેરીથી ચારિત્ર્ય ઘડતર કરવા માટે જરૂરી માર્ગદર્શન અને પ્રેરણા માટેનું એક પુસ્તક એટલે "નૂતન વિશ્વના
પ્રભાતનો કલરવ". ડો.એમ.સ્કોટ પેકના "ધ રોડ, લેસ ટ્રાવેલ્ડ" અને એવા અન્ય બીજા પાંચ પુસ્તકોમાંથી સાર તત્વ તારવીને
Oasis સંસ્થાના શ્રી સંજીવ શાહે કરેલ આ સંકલન એની મૌલિક અભિવ્યકિતને કારણે એક ઉત્તમ પુસ્તક બન્યું છે. આ પુસ્તક ફકત
વાંચવા માટે નથી,વાંચીને ભૂલી જવા માટેનું પણ નથી;આ પુસ્તક્ની વાતો અમલમાં મૂકવા માટેની આચરણ માટેની છે. સંજીવ
શાહ લખે છે"વાસ્તવિકતા એ છે કે સાચી રીતે વિચારતાં ન આવડવાને કારણે જ આપણું જીવન ચીલાચાલુ બની જતું હોય છે.
આપણે એ જ છીએ જે આપણે વિચારીએ છીએ,વારંવાર જે વિચારીએ છીએ" સ્વવિકાસને સ્વશિક્ષણથી અને સ્વશિક્ષણને વિચારતાં
શીખવાથી અલગ પાડી શકાય નહી...વિચાર અંગેની,વિચારવા અંગેની ઘણી સૂક્ષ્મ વાતો અનેક પ્રકરણોમાં અહીં આલેખાયેલી
છે,જે વાચકની ભાવકની ભાવક્ની વિચાર પધ્ધતિને સમૂળી બદલી શકે.
આપણી બધી ફરિયાદોના મૂળમાં એક યા બીજી વેદના વિષે લેખક લખે છે "વેદના તો જીવનની નિશાની છે જેઓ જીવન માટે
આવશ્યક વેદનાને જીરવવા માટે હૃદયથી તૈયાર નથી,તેઓ માટે એક જ વિકલ્પ બાકી રહે છે. બિનજરૂરી પીડા આજીવન વેઠ્યા
કેરવાનો". આ પુસ્તક વાચ્યાં પછી જીવનની અનેક વાતો જુદા પરિપ્રેક્ષ્યમાં જોતા શીખીએ છીએ.
* તમને શું પસંદ છે ? સંતાનો હંમેશ
આજ્ઞાંકિત રહે,અને તમને સહકાર જ
આપ્યા કરે? કે પછી તેઓ સંપૂર્ણ
રીતે વિકાસે તે ?
* મનુષ્યની પ્રાથમિક ફરજ,એ તેના
પોતાના જીવન પ્રત્યેની અને ઈશ્વર
તેના થકી વિશ્વમાં જે કાંઈ કરાવવા
ઈચ્છે છે,તેના પ્રતિ છે.
* મૃત્યુનો ડર નહિ,પણ મૃત્યુની સમજ
સાચું જીવન જીવવા માર્ગદર્શક બની
શકે.
|