નોખી માટીના જીવ - સુધા મૂર્તિ
અનુવાદ : કાન્તા વોરા
આ પુસ્તક એવા સામાન્ય માણસો વિશે છે જેમને રોજિંદા જીવનમાં આપણે મળીયે છીએ, પણ ઓળખી શકતા નથી.તેઓ સમાજમાં બહુ જાણીતા અથવા પ્રતિષ્ઠિત ન હોવા છતાં આપણને ઉમદા જીવનના હૃદયસ્પર્શી પાઠો ભણાવતાં જાય છે.
આ લેખોમાં ઉત્તર કર્ણાટકની સંસ્કૃતિ, કન્નડ ભાષા તથા એ પ્રદેશ વિશેની વાતો કરતાં શ્રી સુધા મૂર્તિનો તથા તેમને પરિચય કરાવેલ પાત્રોનો પોતાના પ્રદેશ અને પોતાની માતૃભાષા પ્રત્યેનો પ્રેમ અને તે વિશેનો ગર્વ અનુભવી શકાય છે.