Buy Niranjan Gujarati Book by Zaverchand Meghani Online at Low Prices નિરંજન - ઝવેરચંદ મેઘાણી સાંગોપાંગ સ્વતંત્ર વાર્તા લેખે મારી પહેલી જ કૃતિ `નિરંજન' મને શુકનદાયક નીવડી છે. એની પછી સાતેક વાર્તા-કૃતિઓ આલેખી શકાઈ છે. જાતીય વિકૃતિનો એક અણછેડાયેલ ખૂણો અજવાળે આણવા બદલ આ પુસ્તકને ધન્યવાદ મળ્યો છે, તેમ કેટલાક તરફથી ઠપકો પણ મળેલ છે. મેં જે કર્યું છે તેનો પસ્તાવો થવાનું કારણ મને આજે ફરી વાર પણ શોધ્યું જડ્યું નથી. નિરંજન જાતીય વિકૃતિનો ભોગ થઈ પડ્યો છે એવું નહીં, પણ એ આવા પ્રકારનાં માનસિક મંથનો અનુભવી રહેલ છે અને છેવટે પોતાના વિકારનું ઊર્ધ્વીકરણ સાધે છે, એવું આલેખવાનો મારો આશય હતો. હું માનું છું કે મેં એમ જ આલેખ્યું છે. છતાં વાચકોને એવી છાપ ન પડે તો તે દોષ મારી આલેખનકલાની અશક્તિનો સમજવો. ... રાણપુર, ૨૫-૯-૧૯૪૧, ઝવેરચંદ મેઘાણી આ વરતા 'જન્મભૂમી' દૈનિકમાં ચાલુ વારતારૂપે છપાઈ હતી, અને લોકપ્રિય તો બની હતી- ઉપરાંત વિવેચનના પ્રદેશમાં પ્રતિષ્ઠ| ધરાવતા કેટલાક સ્નેહીઓને પણ એ ગમી હતી. આજે 'નિરંજન' પુસ્તકનો અવતાર પામે છે.એ નવા અવતારમાં વાર્તાની થોડીએક રેખાઓ સંપૂર્ણ પરિવર્તન પામી છે.