Nayikadevi By: Dhumketu
નાયિકાદેવી ('રાજર્ષિ કુમારપાળ' થી આગળ વધતી નવલકથા )- ચૌલુક્ય નવલકથાવલિ : (15)
ધૂમકેતુ
કુમારપાળનો ભત્રીજો અજયપાલ રાજા બને છે. અહી એ સ્પષ્ટ નથી કે કુમારપાળ કેવી રીતે મૃત્યુ પામે છે, પણ એવું જણાય છે કે અજયપાલે તેને હણ્યો હશે કારણકે કુમારપાળ જૈન ધર્મ માટે થઇને પાટણમાં ફેરફારો કરે છે જે આપણે આગળ જોયું.
કુમારપાળના મૃત્યુનો બદલો લેવા તેના સેવકો અજયપાલને હણી નાખે છે. અજયપાલના બે પુત્રો, મૂળરાજ અને ભીમદેવ, વ્યાકુળ થઇ ઉઠે છે. ભીમદેવ પિતાનો બદલો લેવા કઈ પણ કરવા તૈયાર છે પણ નાયીકાદેવી તેને સમજાવે છે, રોકે છે અને પાટણની દોર પોતાના હાથમાં લે છે.
તે સમયે પાટણના સામંતો અને માંડલીકો ફાયદો ઉઠાવવા તૈયાર છે, પણ નાયીકાદેવી રાજનીતિ જાણે છે માટે કોઈ ચસકી શકતા નથી.
અચાનક, મુલતાનથી ગર્જનક (શાહબુદ્દીન ઘોરી) આવી રહ્યો છે એવા સમાચાર મળે છે અને ગુજરાતના ગુપ્તચરો એની ખબર કાઢવા ચાલી નીકળે છે. અજમેર જઈને તેઓ ગર્જનકની ખબર આપે છે અને એનો રસ્તો કયો છે તેની ભાળ મેળવી લે છે. પાટણનો ભીમદેવ અને અજમેરનો પૃથ્વીરાજ ગર્જ્નક સામે લડવા તૈયાર છે.
નાયીકાદેવી પોતે પાટણના સૈન્યને યુદ્ધમાં દોરે છે, ગર્જ્નક સામે ભયાનક યુદ્ધ થાય છે. પૂરતી તૈયારી અને સાહસી સેનાના ભયંકર આક્રમણથી ગર્જ્નાકની સેના હારી જાય છે અને ભાગે છે.
છેવટે નાયીકાદેવી વિચાર કરે છે, કે તેના પછી તેના પુત્રોની જોડે કોણ ઉભું રે'શે? કોણ પાટણની દેખભાળ કરી શકે એવું છે અને કોણ આવડું મોટું રાજ્ય સાચવીને રક્ષણ કરશે? કોણ ભારતવર્ષની આ સરહદનો પેહરેગીર બનશે અને ગુજરાત દેશનો સીમાડો સાચવશે? મૂળરાજ બીમાર છે અને ભીમદેવ જ રાજા બનશે, પણ ભીમદેવની રણઘેલી યોધ્ધાની મહત્વાકાંક્ષા પાટણને ક્યાં સુધી સાચવી શકશે એ ચિંતા એના મનમાં ઘર કરી ગઈ છે, એ રાજનીતિમાં કેવી રીતે ટકશે એ પ્રશ્ન એને સતાવે રાખે છે.
ચૌલુક્ય નવલકથાવલી
1.પરાધીન ગુજરાત
2.ગુર્જરપતિ મૂલરાજદેવ ભાગ ૧,
3.ગુર્જરપતિ મૂલરાજદેવ ભાગ 2
4.વાચિનીદેવી
5.અજીત ભીમદેવ
6.ચૌલાદેવી
7.રાજ્સન્યાસી
8.કર્ણાવતી
9.રાજકન્યા
10.બર્બરકજિસ્નું :જયસિંહ સિદ્ધરાજ
11.ત્રિભુવનગંડ : જયસિંહ સિદ્ધરાજ
12.અવંતિનાથ : જયસિંહ સિદ્ધરાજ
13.ગુર્જરેર્શ્વર કુમારપાલ
14.રાજર્ષિ કુમારપાલ
15. નાયીકાદેવી
16.રાય કરણ' ઘેલો
ગુપ્તયુગ નવલકથાવલી
આમ્રપાલી
નગરી વૈશાલી
મગધપતિ
મહાઅમાત્ય ચાણક્ય
ચંદ્રગુપ્ત મૌર્ય
સમ્રાટ ચંદ્રગુપ્ત
પ્રિયદર્શી અશોક
મગધ સેનાપતિ પુષ્યમિત્ર
મહારાજ્ઞી કુમારદેવી
ભારત સમ્રાટ સમુદ્રગુપ્ત -૧
ભારત સમ્રાટ સમુદ્રગુપ્ત -૨
ધ્રુવદેવી
|