Mind Power Instant
માઇન્ડ પાવર Instant !
રાજીવ ભલાણી
મનને કેળવો, જોઈએ તે મેળવો .તમારી જિંદગી બદલાઈ શકે તેમ છે.
તમારે જે જોઈએ છે એ તમે ખરેખર મેળવવા ઈચ્છતા હો તો નવેસરથી વિચારવાનો સમય હવે પાકી ગયો છે. જે પદ્ધતિથી તમે અત્યાર સુધી કામ કરતા રહ્યા છો એ જ પદ્ધતિથી કામ કરવાનું ચાલુ રાખશો તો એ જ પરિણામો મળશે કે જે અત્યાર સુધી મળતા રહ્યા છે. પદ્ધતિ બદલ્યા વગર પરિણામ નહી જ બદલાય નવી પદ્ધતિ અપનાવવી જ પડશે .આ પુસ્તક તમને એ નવી પદ્ધતિની માહિતી આપવા માટે જ લખાયું છે.
તમારી અંદર પણ એ જ પાવર છે કે જે આ દુનિયાના તમામ સફળ,સુખી અને મહાન લોકો પાસે છે. આ પાવર એટલે તમારો માઇન્ડ પાવર.નિષ્ફળ લોકો જેનો ઉપયોગ કરવાનો ચુકી ગયા હોય છે, એ છે માઇન્ડ પાવર અને જેને સહારે તમે જિંદગી જીતી શકો તેમ છો,માઇન્ડ પાવરથી અસંભવ લાગતી અનેક બાબતો સંભવબને છે.