Mausam Ekbijani By: Kajal Oza Vaidya
મૌસમ એકબીજાની - કાજલ ઓઝા વૈદ્ય જિંદગીના દરેક તબક્કે આપણે જે ઇચ્છીએ છીએ તે આપણને નથી મળતું એ સત્ય સહુ સમજે છે. વાતચીતમાં કે સલાહ દરમ્યાન આ સત્યનું આપણે ઉચ્ચારણ પણ કર્યા કરીએ છીએ, તેમ છતાં આ સત્ય સ્વીકારતા નથી. માણસ માત્રને શોધ છે 'સાચા પ્રેમની'........'સાચા સંબંધની'.... પણ આ સાચાની વ્યાખ્યા કયારેય એકબીજા સાથે મેળ ખાતી નથી. આ બે વ્યાખ્યા વચ્ચેનો તફાવત સંબંધમાં સંઘર્ષ ઉભો કરે છે. સંબંધોના સમીકરણ દરેક વખતે એક ફોર્મ્યુલાથી બનાવી કે ગોઠવી શકાતા નથી દરેક સંબંધ એક આગવી ફોર્મ્યુલા છે. એને હેન્ડલ કરવાની પણ એક આગવી રીત છે.લાગણીના સંબંધમાં શું ખૂટે છે એના પર ધ્યાન આપવાને બદલે શું મેળવી શકાયું છે એના પર ફોકસ કરવામાં આવે તો કદાચ કોઈ પણ સંબંધ વધુ સ્વસ્થ અને સલામત રીતે શ્વાસ લઇ શકે. પ્રસ્તુત પુસ્તક લેખિકાની કોલમ 'મૌસમ એક બીજાની' માં છપાયેલાં લેખોનો સંગ્રહ છે.
Instead of concentrating on what is lacking in emotional relationship, if we focus on what can we gain out of it then probably any relationship can take breath more healthy and securely. For me this column in Divyabhaskar’s Madhurima has come as a sway of fresh air. People, relationships, all the situations in the life while dealing with all of this, I have understood that the definition of life is not as simple and straight as we believe.