Matrubhashanu Mahimagaan
માતૃભાષાનું મહિમાગાન
સંપાદન : ડો. ભદ્રાયુ વછરાજાની
તમે જો એમ માનતા હો કે આપણી માતૃભાષા ગુજરાતી કદી પણ મરવાની નથી, તો તમે ભોળા માણસ છો. તમારા સંતાનોના સંતાનો અત્યારે કેવું ગુજરાતી બોલે છે ? તેઓ કયું ગુજરાતી વાંચે છે ? તેઓ અડધાં પડધાં તમારાથી પરાયાં પરાયાં કેમ લાગે છે ? આ પ્રશ્નો પર વિચાર કરશો તો તમને ગુજરાતી ભાષાના ધીમા મૃત્યુનો અણસાર આવી જશે. ગુજરાતી પ્રજાને મારી નમ્ર વિનંતી એટલી જ છે કે ગુજરાતી ભાષા લુપ્ત થાય, તેની છેલ્લી કડી આપણે ન બનીએ. ભાષાને નહિ, આપણી, જાતને બચાવવાની છે.ભાષાનું મૃત્યુ એ કલ્ચરનું મૃત્યુ. કલ્ચરનું મૃત્યુ એટલે એવું મૃત્યુ કે જેમાં સ્મશાને જવાનું ફરજિયાત નથી.
- ગુણવંત શાહ