Manas Darshan
માનસદર્શન
મોરારીબાપુ
સંકલન : જગદીશ ત્રિવેદી
જાણીતા હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદી દ્વારા દિવ્ય ભાસ્કરની રવિવારની પૂર્તિમાં માનસદર્શન કોલમ હેઠળ મોરારિબાપુના અમૃત વચનો પ્રસિદ્ધ કરવામાં આવે છે. તેમની આ કોલમ અતિશય લોકપ્રીય બની છે.મોરારિબાપુના પ્રવચનો તથા લખાણો ઉપરથી સંકલિત કરેલ પુસ્તક ‘માનસ દર્શન’ ગુજરાતના સુપ્રસિદ્ધ હાસ્યલેખક અને હાસ્યકલાકાર શ્રી જગદીશ ત્રિવેદીના દ્રષ્ટિવંત સંપાદનનું પરિણામ છે.
કથા દરમ્યાન પ્રગટ થયેલા શ્રી મોરારીબાપના છુટાછવાયા પ્રસંગચિત્રો અને વિચારસ્ફુલિન્ગોનું સુગ્રથિતપણે રજુ કરવાનું કામ માનીએ એટલું સરળ ન ગણાય . આ પુસ્તકમાંથી થોડાક એવા વિધાનો અહીં પ્રસ્તુત છે, જેમાં લોકશિક્ષક બાપુની પ્રસ્સનગંભીરપદા સરસ્વતી પ્રગટ થતી જણાય છે .