Mahan Hridayoni Shravankala (Art of Listening in Gujarati)
મહાન હૃદયોની શ્રવણકળા
સંજીવ શાહ
શ્રવણકળા?
શ્રવણ-કળા, એટલે કે સાંભળતા શીખવાની કળા .......
"સાંભળતા શીખવાનું શીખવાનું? એ વળી શું?
સાંભળતા તો બધાને આવડતું જ હોય ને .....?"
સાંભળતા શીખવાને લઈને આમ માને છે બહોળો સમાજ!
અને છતાં સંબંધોમાં કારમી સમસ્યાઓથી પણ
ખુબ જ પીડાય છે આપણો આ જ સમાજ
આ નાનકડી પુસ્તિકામાં છે.
સંબંધોની સફળતા અને સાર્થકતા માટેનું
આવશ્યક, અનિવાર્ય અને અદ્દભુત જ્ઞાન.
સંવેદનાત્મક શ્રવણ પદ્ધતિ શું છે?
આ ફક્ત કાનથી જ નહિ,પરંતુ આંખથી, મગજથી અને હૃદયથી કોઈને સમજવા માટે ઉત્કટતાપૂર્વક સાંભળવાની પદ્ધતિ છે. પોતાની જાતને સામેની વ્યક્તિના સ્થાને મૂકી તે વ્યક્તિને સાંભળીને સમજવાની આ પદ્ધતિ છે.
|