Mahabharatma Adhyatma Vidya By Bhaandev
મહાભારતમાં અધ્યાત્મવિધા - ભાણદેવ
'મહાભારત'માં અધ્યાત્મ્વીધાનું પ્રદાન કરણ છે : 'શ્રીમદ ભગવદગીતા'. આમ ચાત 'મહાભારત' ની અધ્યાત્મ્વીધાની ઇતિશ્રી 'ભગવદગીતા'માં જ છે, તેવું નથી. 'ગીતા' ઉપરાંત 'મહાભારત'માં અધ્યાત્મ્વીધાના અનેક પ્રકરણો છે. આ સર્વ પ્રકરણો ઉપરાંત 'મહાભારત'માં સર્વત્ર -યુદ્ધમાં પણ ડગલે ને પગલે, પાનેપાને, અધ્યાયે -અધ્યાયે કોઈ ને કોઈ રૂપે અધ્યાત્મ્વીધાનું કથન છે. ઓછામાં ઓછું અમને તો એમ જ જણાય છે.
દુધમાં સાકાર ભળી જાય તો દુધમાં સાકર સર્વત્ર છે, તેમ 'મહાભારત'માં અધ્યાત્મ સર્વત્ર છે. 'મહાભારત' માં અધ્યાત્મ્વીધા સર્વત્ર છે. તેમ કોઈને ન દેખાય તેમ બની શકે, પણ તે છે તો ખરી જ !