Magaj Ane Gyaan Tantu Na Rogo
મગજ અને જ્ઞાનતંતુના રોગો -ડો.સુધીર વી. શાહ
ગુજરાતી ભાષામાં તથા અન્યત્ર,ઠેર ઠેર હૃદયરોગ,બ્લડપ્રેશર,સ્થૂળતા,ડાયાબીટીસ વગેરે રોગો વિશે વિપુલ માહિતી ઉપલબ્ધ છે. મગજ અને ચેતાતંત્રના રોગો વિશે માહિતી ખાસ ક્યાંય છે નહિ તેથી આ પુસ્તકમાં મગજ અને ચેતાતંત્રને લગતા, ખૂબ સામાન્ય જોવા મળતા રોગો અંગે અને તેના નિદાન-સારવાર અને અટકાવ માટે દર્દી અને તેના સ્વજન સમજી શકે તેવી માહિતી પૂરી પાડવાનો પ્રયાસ છે.
પુસ્તકના પ્રથમ પ્રકરણમાં મગજ અને ચેતાતંત્ર વિશે મૂળભૂત માહિતી આપી છે.ત્યાર બાદ મગજના રોગોનું કારણ શોધવા માટે જરૂરી એવી ન્યુરો-રેડિયોલોજીકલ તપાસ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ છે. તે પછીના ૭ પ્રકરણમાં મગજ અંગેના અગત્યના તથા સવિશેષ જોવા મળતા રોગોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ત્યાર બાદના પ્રકરણોમાં તબીબી વિજ્ઞાનને પડકાર રૂપ એવા મગજના રોગોનું,કરોડરજ્જુના રોગોનું વિવરણ કરવામાં આવ્યું છે. પ્રમાણમાં ઓછા જાણીતા છતાં દર્દીની જિંદગીને ક્રમશ પરવશ બનાવતા વિશિષ્ઠ રોગોની માહિતી પ્રકરણ ૧૬ થી ૨૦ માં આપવામાં આવેલી છે.૨૧ મી સદીનો, દરેક વ્યક્તિને સ્પર્શતો પ્રશ્ન તનાવ હોઈ, તેના અંગે વૈજ્ઞાનિક ચર્ચા પ્રકરણ ૨૨ માં આપવામાં આવી છે.૨૩ અને ૨૪ પ્રકરણોમાં રોગો અંગેની દવાઓ તથા હોસ્પીટલમાં આપવામાં આવતી સારવાર અંગે સૂચનો આવરી લીધેલ છે.