Leadership Ane Dhoni
લીડરશીપ અને ધોની : 10 કમાન્ડમેન્ટસ ઓફ લીડરશીપ
રાજેશ શર્મા
ધોનીએ ભારતને વર્લ્ડકપ જીતાડ્યો તેમાં ધોનીની લીડરશીપના યોગદાન વિશેનું કરેલું રસપ્રદ વિષ્લેષણ અહીં પ્રસ્તુત છે.
તમે કોઈપણ ક્ષેત્રમાં હો,
આ નિયમો અને આ વિષ્લેષણ તમને
નેતૃત્વ કોને કહેવાય તેની સ્પષ્ટ સમજ આપશે
અને તમારામાં નેતૃત્વના ગુણો વિકસાવવામાં
ચોક્કસ મદદરૂપ સાબિત થશે .
“બોસ અને લીડર વચ્ચે શું તફાવત છે તે હમેશાં યાદ રાખો .બોસ હમેશાં કહે છે કે જાઓ , લીડર હમેંશા કહે છે કે ચાલો આપણે જઈએ .” —-ઈ.એમ .કેલી
“મેનેજર એ છે કે જે એક ગોઠવાયેલી સિસ્ટમને આધારે કામ કરે છે અને તેને આધારે સફળતા મેળવે છે, લીડર એ છે કે જે પોતાની સિસ્ટમ બનાવે છે તેને આધારે સફળતા મેળવે છે અથવા સફળતાનો રસ્તો બનાવે છે.
લીડરશીપનો આત્મવિશ્વાસ જેટલો બુલંદ એટલોજ બુલંદ આત્મવિશ્વાસ તેની ટીમનો હોય, મરેલા મને કે ખાકાત સાથે કામ શરૂ કરનાર કદી લીડર ના બની શકે .પોતાનામાં ભરપૂર વિશ્વાસ એ લીડરશીપની પાયાની જરૂરિયાત છે.
લીડર પોતે શું કરવા માંગે છે અને ક્યાં પહોચવા માંગે છે તેનું વિઝન હોવું જરૂરી છે.વિઝન લીડરશીપનો પાયો છે. વિઝન હોય તો તેને વાસ્તવિકતામાં ફેરવવા માટે શું કરવું તેની બ્લુપ્રિન્ટ મગજમાં આપોઆપ ગોઠવાય અને એ જ સફળ બનાવે.
પોતાની જાતની સાથે સાથે પોતાના સાથીઓમાં વિશ્વાસ પણ અનિવાર્ય છે.આ વિશ્વાસ જ ટીમ સ્પિરિટ પેદા કરે અને તેના જોરે જ લીડર તેનું વિઝન સાકાર કરી શકે. ટીમ સ્પિરિટ વિના કદી કોઈને સફળતા નથી મળતી.
લીડર પાસે પેશન એટલે કે પોતાના કામ માટે કે લક્ષ્ય માટે ઘેલછા હોવી જરૂરી છે.જે કામ હાથ પર લીધું છે તેમાં પૂરેપૂરા ખૂંપી જવું એ લીડરશીપની નિશાની છે.
લીડર પાસે આક્રમકતા હોવી જરૂરી છે. કેમકે આક્રમકતા જ સાથીઓમાં ઉત્સાહ પ્રેરે છે. આક્રમકતા તમારા નિર્ણયોમાં અને વર્તનમાં પ્રતિબિંબ થવી જ જોઈએ .
લીડર પાસે એ ક્ષમતા હોવી જ જોઈએ કે તે પોતાના સાથીઓને પોતાની જેમ વર્તવા પ્રેરી શકે . લીડીંગ ફ્રોમ ધ ફ્રન્ટ કહે છે તે રીતે લીડર એવો હોવો જોઈએ કે સૌથી આગળ રહે અને સફળતા અપાવે.
લીડરની બોડી લેંગ્વેજ એક વિજેતાની જેમ પોતાના સાથીઓમાં સતત જુસ્સો અને આત્મવિશ્વાસ પેદા કરી શકે એવી જોઈએ .કોઈ તબક્કે હથિયાર હેઠાં મૂકી દીધાં છે તેવો સંકેત ના મળે તેવી બોડી લેંગ્વેજ સાચા લીડરની નિશાની છે.
સતત નવું વિચારવું અને નવા આઈડિયા અમલમાં મૂકવા એ લીડરશીપનો બીજો એક પાયાનો સિધ્ધાંત છે. લીડર પાસે અણધાર્યા અને અપેક્ષા ના રાખી હોય તેવાં પગલાં ભરવાની અને તે રીતે વિચારવાની ક્ષમતા અનિવાર્ય છે.
લીડર પાસે જોખમ ઉઠાવવાની તાકાત હોવી જ જોઈએ .નો રિસ્ક નો ગેઇન સિધ્ધાંત બધે લાગુ પડે .એ જોખમ પૂરા વિચાર સાથેનું હોવું જોઈએ.
લીડરે પોતાના સાથીઓને સતત પ્રોત્સાહિત કરતા રહેવું પડે .તેમની ખામીઓને બદલે તેમની ખૂબીઓને ધ્યાનમાં રાખીને તેમની પાસેથી શ્રેષ્ઠ પરફોર્મન્સ કઢાવવાની ક્ષમતા બહુ જરૂરી છે.
|