Kimati Bakshish Common Senseni By Vanraj Malvi
કિમતી બક્ષિસ કોમન સેન્સની - વનરાજ માલવી
આપણે જાતજાતના અસંખ્ય અનુભવોમાંથી પસાર થતા હોઈએ છે. તેમાંના ઘણા પ્રસંગોએ, પરસ્પર સાથે જે પ્રકારે માનવજાત સદીઓથી વ્યવહાર કરતી આવી છે તેને જ 'સાચી' રીતરસમ ગણી લઈ, તે પ્રકારની પ્રતિક્રિયા કરતા હોઈએ છીએ. તેથી ધાર્યું પરિણામ સાંપડતું નથી. અને સમસ્યા હલ થતી નથી. બલકે, ક્યારેક તે ઉગ્ર થવા પામે છે. ને પછી ? સમા પક્ષની વ્યક્તિ કે વ્યક્તિઓને તેમાં દોષિત ઠરાવી દઈએ છીએ.
આવા સંજોગોમાં કોમનસેન્સ સાચી દિશા તરફ આગંડી ચીંધી શકે. આ પ્રકારની વ્યવહારુ દ્રષ્ટિ કે સમાજ સ્કુલ કોલેજના ભણતરથી સાંપડતી નથી. તે શીખવા સમજવા માટે અન્યત્ર નજર દોડાવવી જરૂર બને છે.તે સહાયક નીવડવાના ખ્યાલથી વનરાજ માલવી ભેટ ધરે છે.
આ પુસ્તકમાં લેખકે અત્યંત સરળ અને રોચક ભાષામાં, સાઈકોલોજીને પાયામાં રાખી, રોજીંદા વ્યવહારમાં કોમનસેન્સ કઈ રીતે ઉપકારક બંને છે તેની દોરવાની આપી છે. જેને પણ વ્યવહારમાં એક યા બીજા માણસ સાથે કામ પાડતા રહેવાનું આવશ્યક છે તે સૌઈને આ ગ્રંથ ઉપયોગી નીવડશે.