Karnavati By: Dhumketu
કર્ણાવતી ('રાજ્સન્યાસી' થી આગળ વધતી નવલકથા )- ચૌલુક્ય નવલકથાવલિ : (8)
ધૂમકેતુ
ગુજરાતનો ઇતિહાસ - ધૂમકેતુની "ચૌલુક્ય નવલકથાવલિ"..
ચૌલ્ક્ય પરંપરા મુજબ ભીમદેવ સન્યસ્ત લે છે. તેની પાછળ દામોદર પણ સન્યસ્ત લઈ અને બધો કારભાર સાંતુ મહેતાને આપવાનુ નક્કિ કરે છે. પણ જતા પહેલા તે રાજસિંહાસનનો વારસ નક્કી કરે છે. ભીમદેવના બે પુત્રો, ઉદયમતીનો કર્ણદેવ અને ચૌલાદેવીનો ક્ષેમરાજ. ભીમદેવ ક્ષેમરાજને પરંપરા મુજબ રાજ આપે છે પણ ઉદયમતી પોતાના પુત્રને રાજા ઝંખે છે. કર્ણદેવ મોટાભાઈને જ રાજ આપવા કહે છે, પણ ક્ષેમરાજ પોતાના મા-વિહોણા પુત્ર દેવપ્રસાદને મુકીને સન્યસ્ત લે છે. અંતે દામોદર વિદાય લે છે અને સાંતુ મહેતા અમાત્યપદ સ્વિકારે છે. કર્ણદેવ રાજા બને છે અને કર્ણાવતી નગરીના બીજ રોપાય છે. તે વખતે આશાભીલનો ત્રાસ વધતો જાય છે,છેક સ્તંભતીર્થના (ખંભાત) દરિયાથી લઈ, સાબરમતીના જંગલો સુધી તેનો ત્રાસ રહે છે.
ધૂમકેતુ ચૌલુક્ય નવલકથાવલિમા સમાવિષ્ટ થતા પુસ્તકો નીચે પ્રમાણે છે.
ચૌલુક્ય નવલકથાવલી
1.પરાધીન ગુજરાત
2.ગુર્જરપતિ મૂલરાજદેવ ભાગ ૧
3.ગુર્જરપતિ મૂલરાજદેવ ભાગ 2
4.વાચિનીદેવી
5.અજીત ભીમદેવ
6.ચૌલાદેવી
7.રાજ્સન્યાસી
8.કર્ણાવતી
9.રાજકન્યા
10.બર્બરકજિસ્નું :જયસિંહ સિદ્ધરાજ
11.ત્રિભુવનગંડ : જયસિંહ સિદ્ધરાજ
12.અવંતિનાથ : જયસિંહ સિદ્ધરાજ
13.ગુર્જરેર્શ્વર કુમારપાલ
14.રાજર્ષિ કુમારપાલ
15. નાયીકાદેવી
16.રાય કરણ' ઘેલો
ગુપ્તયુગ નવલકથાવલી
આમ્રપાલી
નગરી વૈશાલી
મગધપતિ
મહાઅમાત્ય ચાણક્ય
ચંદ્રગુપ્ત મૌર્ય
સમ્રાટ ચંદ્રગુપ્ત
પ્રિયદર્શી અશોક
મગધ સેનાપતિ પુષ્યમિત્ર
મહારાજ્ઞી કુમારદેવી
ભારત સમ્રાટ સમુદ્રગુપ્ત -૧
ભારત સમ્રાટ સમુદ્રગુપ્ત -૨
ધ્રુવદેવી
|