કર્મનો કાયદો - સંજય ઠાકર Karmano Kayado By Sanjay Thaker કર્મનો કાયદો' શિર્ષકના આ પુસ્તકમાં આધુનિક સંદર્ભો ટાંકી કૃષ્ણ અને કર્મયોગની વાતોને ચિંતનસભર રજૂ કરવાનો પ્રયાસ. કર્મમાર્ગની ચર્ચા તો આદિ-અનાદિ કાળથી ચાલી આવે છે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણે 'ભગવદ્દગીતા' નિમિત્તે તેની જે ચર્ચા કરી છે તે અનોખી છે, શ્રી કૃષ્ણની આ ચર્ચામાં કર્મમાર્ગના મૂળભૂત તત્વો અને રહસ્યો સમાયેલા છે.'ભગવદ્દગીતા' ના નાના લગતા સૂત્રોમાં પણ વિરાટ રહસ્યો છુપાયેલા છે. કર્મો જે ગહન ગતિએ ચાલે છે તેને સમજાવતો મોકો 'ભગવદ્દગીતા'થી વિશેષ ક્યાંય નથી.