Kapi Na Parakramo
કપિના પરાક્રમો
વિજયગુપ્ત મૌર્ય
વાંદરો થાય છે અને આ વાર્તા ખરેખર કપિ નામના સાહસિક વાંદરાની છે. નર્મદાના ઘટાટોપ જંગલમાં તેનું આખું ટોળું વસે છે. અહી ભારોટ જેવા અજગરો છે, લોહીતરસ્યા દીપડા છે, ઘાતકી કુતરા છે અને કાળમુખા વાઘ પણ છે. આ દુશ્મનો વચ્ચે જીવતા રહેવું એ કઈ રમત વાત નથી. પરંતુ કપિ જેનું નામ! ડગલેને પગલે કપિ એક યા બીજું પરાક્રમ કરી દેખાડે છે અને પોતાની વાનર સેનાને મોતના મુખમાંથી ઉગારે છે.