Jivan Rah Batave Ramayan by Moraribapu
જીવન રાહ બતાવે રામાયણ રાહબતાવે રામાયણ શ્રેણી – મોરારિબાપુ સૌપ્રથમવાર અંગ્રેજી સહિત ૪ ભાષામાં મોરારિબાપુની ૩૦૦ ઉપરાંત રામકથાઓ તેમજ પ્રવચનોમાંથી પ્રેરણાત્મક વિચારોના સંચયના પાંચ પુસ્તકોની શ્રેણી. જીવન રાહ બતાવે રામાયણ મોરારિબાપુની રામકથાઓમાંથી જીવન જીવવાનું બળ મળે તેવા સોનેરી વિચારોનું અનોખું સંકલન ગીતા એ યોગશાસ્ત્ર છે, રામાયણ પ્રયોગશાસ્ત્ર છે ! –મોરારિબાપુ ઈ.સ. 1960થી 2012. 52 વર્ષ ! બાવન વર્ષમાં 700થી વધુ રામકથાઓ દ્વારા મોરારિબાપુએ વિશ્વના દરેક ખૂણે રામના નિર્મલ નામનું દીવ્યાગન કર્યું છે. લાખો લોકો તેમના શ્રીમુખેથી વહેતી શબ્દગંગામાં પાવન થયા છે. રામકથા વ્યાપક છે અને તેમાં જીવનને નિખારી શકાય તેવા વિચારોનો ખજાનો છે. આ ખજાનામાંથી અનમોલ રત્નો મોરારિબાપુએ પોતાની રામકથામાં છૂટેહાથે વહેચ્યા છે. આ પુસ્તક શ્રેણી આવા જ અણમોલ વિચારરત્નોનું અનોખું સંકલન છે. આજે યુવાનો સ્વપ્રેરણાનાં પુસ્તકો (મોટીવેશનલ બૂક્સ)માંથી જીવન, સફળતા અને સુખ માટેનું માર્ગદર્શન મેળવતા થયા છે અને હાલ વિશ્વના ટોચના વિદેશી સ્વપ્રેરણાનાં પુસ્તકો અને પ્રવચનો દ્વારા માર્ગદર્શન આપે છે ત્યારે પ્રસ્તુત છે એક એવી શ્રેણી, જેમાં સરળ ભાષામાં, યુવાનોને ગમે તેવી શૈલીમાં રામકથાના માધ્યમે પીરસેલો રસથાળ છે જેમાંથી યુવાનોને જીવનના તમામ ક્ષેત્રે સફળતા માટેનું બળ મળશે.