જીવન જીવવાની કળા Jivan Jivvani Kala by Osho દુઃખને નષ્ઠ કરવાથી સુખ મળી જાય છે. અપને ક્યારેય વિચાર કર્યો કે આજ સુધી ઘણા લોકોએ સુખને શોધ્યું છે, પરંતુ કોઈ ને સુખ મળ્યું છે ? અને શું કારણ છે કે એટલા લોકો સુખ શોધે છે, પરંતુ સુખ ઉપરલ્બ્ધ નથી થતું ? જેવું આપણને કોઈ સુખ મળી જાય છે, તેવું જ તે વ્યર્થ થઇ જાય છે અન એઆપની આકાંક્ષા આગળ વધી જાય છે. જેવું કોઈ સુખ મળી જાય છે કે સુખ ની દોડ બંધ થાય જાય છે અને ભીતર સુખ દેખવા લાગે છે. પછી આપણે કોઈ નવા સુખ ની શોધ કરીએ છીએ. જેવ્યું શુખ મળશે કે તરત મન ખાલી થઇ જશે અને ભીતરના દુઃખના દર્શન સારું થઇ જશે. જ્યાં સુધી સુખ મેળવાના પ્રયત્ન ચાલે છે ત્યાં સુધી આકાંક્ષા રહે છે.એચા રહે છે ત્યાં સુધી તો દુઃખ ભુલાયેલું રહે છે.અને જેવ્યું સુખ મળ્યું,મન ખાલી થયું ભીતર દુઃખ ફરી દેખાવવા લાગ્યું।પછી અપને ના સુખની શોધ કરી દેવી પડે છે. સુખ ની સહોદ બહુ - બહુ તો દુઃખને ભૂલવાનું કામ કરે છે. સુખની શોધ ગમે તેટલી હોય, ભીતરનું દુઃખ નષ્ટ નથી થતું.આ અસભવિત છે. જે જાણે છે તે સુખ નથી શોધતા, પરંતુ દુઃખ દુર કરવા ના ઉપાય કરે છે. દુઃખ દુર કરી શકાય છે,સુખ નથી મેળવી શકાતું. અને જે સુખ મેળવવા જશે તે બહુબહુ તો દુઃખને ભૂલવાનુમા સમર્થ થઇ શકે છે. થોડી વાર માટે ભૂલી શકાય છે, પરંતુ દુઃખ નષ્ટ નહિ થાય. દુઃખને નષ્ટ કરવું છે તો દુઃખ ના કારણને જાણીને, કારણને નષ્ટ કરવાથી દુઃખ નષ્ટ થઇ જાય છે.