Jeevanni Pathshala
જીવનની પાઠશાળા
સંકલન અને સંપાદન : અલ્કેશ પટેલ
શિક્ષણ, વાચન, જ્ઞાન. અનુભવ અને શ્રદ્ધાને આધારે નિર્માણ પામે છે...જીવનની પાઠશાળા જિંદગીના રોજિંદા અનુભવોમાંથી માનસ જે શીખી શકે છે એ પાઠ તેને બીજે ક્યાંયથી પણ શીખવા નથી મળતો. જ્યાં 'બુદ્ધિ' નિષ્ફળ જાય છે ત્યાં 'અનુભવ' કામ લાગે છે અને બુદ્ધિ તેમજ અનુભવ બન્ને નિષ્ફળ જાય છે ત્યારે 'શ્રદ્ધા' કામ લાગે છે. જેમ 'શિક્ષણ' અને 'જ્ઞાન'માં ફેર છે એમ જ બુદ્ધિ અને અનુભવમાં પણ તફાવત છે. આવા અનુભવોની વાતો ધર્મગ્રંથોથી શરૂ કરી આપણી આસપાસના સામાજિક જીવનમાં ઠેરઠેર પડેલી છે. પણ સામાન્ય લાગતી આ વાતો કયારેક આપણું જીવન બદલી નાખતી હોય છે, આવી જ થોડી વાતોને સંકલિત કરવાનો એક પ્રયાસ એટલે જીવનની પાઠશાળા' પુસ્તક. તો ચાલો એ વાંચી બીજાને વંચાવીને કહીએ 'ઓલ ઈઝ વેલ..' '