જીવન - ઉત્સવ : કાંતિ ભટ્ટ ઈશ્વરની બક્ષિસ જેવી જિંદગીને માણવાની કળા આમ તો ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું તે પોતાના આનંદ માટે, પણ બ્રહ્માજી એમ પણ ઈચ્છતા હતા કે તેમની સૃષ્ટિનો માનવ ભરપૂર આનંદ લે. માનવીને અવની પર છૂટો મુક્યો પછી તેને દુઃખી થવાની કે સુખી થવાની છૂટ હતી. જિંદગીને ઉત્સવરૂપે જ માણવી એવો નિયંતાનો આદેશ અને ઈચ્છા હતી. એટલે જિંદગીમાં દુઃખ આવે તો પણ 'ઉત્સવ' મનાવવો તે માનવ પર છોડ્યું છે.