જડ ચેતન (1 & ૨) - હરકિસન મેહતા Jad Chetan (Part 1 & 2) by Harkishan Mehta ૨૭મી નવેમ્બર ૧૯૭૩થી કોમામાં રહેલા અરૂણાની મૂગી ચીસ કોઈના કાને અથડાઈ નહીં. કાનોએ નહીં સાંભળેલી ચીસ કલમે સાંભળી અને રચાઈ એક દર્દભરી કથા નામે "જડ ચેતન"... ગુજરાતીના પ્રસિદ્વ લેખક હરકિસન મહેતાએ "જડ ચેતન"ની કથા અરૂણા શાનબાગ પર થયેલા અમાનષી અત્યાચાર અને બળાત્કારની હકીકતને ધ્યાનમાં રાખીને લખી હતી. યુથેન્સીયા નામની બિમારીના લીધે તુલસી કોમામાં સરે છે. જડ ચેતનમાં હરકિસન મહેતાએ તુલસીના પાત્ર રૂપે અરૂણા શાનબાગને નજરમાં રાખી હતી. નવલકથામાં નેતાજી પોતાના કાળા નાણા તુલસી પાસે રાખે છે. તુલસી એક હોસ્પિટલમાં નર્સ હોય છે. કાળા નાણાની કોથળી પોતાની પાસે રાખ્યા બાદ તુલસી પર હોસ્પિટલનો વોર્ડ બોય બળાત્કારનો પ્રયાસ કરે છે. મારામારી થાય છે. યુથેન્સીયા નામની બિમારીના લીધે તુલસી કોમામાં સરી જાય છે. નવલકથામાં અંતે હેપ્પી એન્ડીંગ આવે છે. તુલસી કોમામાંથી બહાર આવે છે.