I Love You - Kajal Oza Vaidya
પ્રેમમાં પડેલી દરેક વ્યક્તિ લગ્નને જ જીવનનું અંતિમ ધ્યેય સમજે છે. બીજા લોકોનાં લગ્નો જોયા પછી પણ તેઓ એમ જ વિચારે છે કે, 'અમારાં લગ્ન બીજા કરતાં જુદાં જ હશે !' લગ્ન પછીના સાત વર્ષના ગાળા દરમિયાન મોટા ભાગનાં લગ્નો, સામાન્ય લગ્નો જેવાં જ થઈ જાય છે. રોમાન્સની અને 'આદર્શ લગ્ન'ની બધી જ કલ્પનાઓ, બધાં જ વચનો અને પ્રતિજ્ઞાઓ ધીરે ધીરે ઓગળી જાય છે. લગ્નજીવન ભાંગી પડવા માટે એકબીજાને જવાબદાર ઠેરવતાં પતિ-પત્ની ધીમે ધીમે એકબીજાથી વિરુદ્ધ દિશામાં પ્રવાસ કરવા લાગે છે. કોઈ પણ સંબંધને સાદી માવજતની જરૂરિયાત હોય છે. લગ્ન જેવો નાજુક સંબંધ માવજતના અભાવે જ તદ્દન ભાંગી પડતો હોય છે. ભાંગી પડેલા કે મૃતઃપ્રાય થઈ ગયેલાં લગ્ન પણ ફરીથી નવપલ્લવિત થઈ શકે છે. જરૂર છે થોડી સમજદારીની, થોડા સ્વીકારની, થોડા પ્રયત્નની અને થોડાં સમાધાનની. આ પુસ્તક તમને ધીમે ધીમે એક નવી દુનિયામાં લઈ જઈ તમને તમારી ભૂલો સમજાવશે. માત્ર ભૂલ સ્વીકારી લેવાથી પરિસ્થિતિ બદલી શકાતી નથી. ગઈ કાલ સુધીની તમામ ભૂલોને ઓળખી લઈને આજથી જ તમારા જીવનમાંથી એ ભૂલોની બાદબાકી કરશો તો જ તમને એક આદર્શ સંબંધ મળશે.--કાજલ ઓઝા-વૈદ્ય