HITLER (GUJARATI BIOGRAPHY)
‘માત્ર જર્મની જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં મારા જેવો નેતા ફરી ક્યારેય નહીં થાય. પણ અફસોસ કે મારી આ મહાનતાની કોઈને કિંમત ન હતી.’ જર્મન સરમુખત્યાર હિટલરના આ શબ્દો બિલકુલ સાચા હતા, પરંતુ પૂર્ણ રીતે નહીં. વિશ્વમાં એના જેવો નિર્દયી નેતા કોઈ નહીં હોય, કે જેણે માત્ર જાતિવાદને કારણે ૬૦ લાખ કરતાંય વધુ યહૂદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. સરમુખત્યાર અને યહૂદી હત્યારા તરીકેની એની ઓળખ સિવાય એની બીજી ઓળખ સંઘર્ષમાંથી ઉપર આવેલ વ્યક્તિ તરીકેની. હિટલરે કિશોરાવસ્થામાં જ માની લીધું કે પોતે સામાન્ય માણસ બનવા પેદા નથી થયો. એક પછી એક સંઘર્ષોમાંથી પાર ઊતરી એ જર્મનીનો સર્વેસર્વા બન્યો. હિટલર વિના બીજા વિશ્વયુદ્ધની કલ્પના પણ ન થઈ શકે. વિશ્વવિજેતા તરફની એની કૂચે સમગ્ર વિશ્વને ધ્રુજાવી દીધું. બીજા વિશ્વયુદ્ધ વખતે વિશ્વની મહાસત્તાઓ પણ એનાથી ધ્રૂજી ગઈ હતી. કેટલાય દેશોએ હિટલર સમક્ષ ઘૂંટણ ટેકવી દીધા, પણ હિટલર વિશ્વવિજેતા ન બની શક્યો. જર્મનીને વિશ્વવિજેતા બનાવવાની જીદમાં એણે જર્મનીને ખુવાર કર્યું. બીજા વિશ્વયુદ્ધ વખતે પોતે પકડાઈ જશે તો ખરાબ મોત મળશે, એ બીકે એણે કમકમાટીભર્યું મોત વહાલું કર્યું.