હાઈસ્કુલ ઈંગ્લીશ ગ્રામર એન્ડ કમ્પોઝીશન Gujarati Edition of High School English Grammar & Composition by Wren & Martin માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે વ્યાકરણની સમજ કેળવીને તેનો સ્વાધ્યાય કરવો અત્યંત મહત્વનો બની રહે છે. કોઈ પણ ભાષાને આત્મસાત કરવા માટે તેના વ્યાકરણને સમજીને તેના વિનીયોગનો નિરંતર સ્વાધ્યાય કરવો અત્યંત જરૂરી છે. અંગ્રેજી ભાષા શીખવા ઈચ્છતા ગુજરાતી વિદ્યાર્થીઓ માટે હાઈસ્કુલ ગ્રામર એન્ડ કમ્પોઝીશન આવું એક પાયાનું પુસ્તક છે.આ પુસ્તક અંગ્રેજી વ્યાકરણની વિચારણા કરતા, તેની સમજૂતી આપતાં પુસ્તકોમાં નીવડેલું ગણાયું છે.આ પુસ્તકનો મૂળ હેતુ અંગ્રેજી શીખવામાં સહાયરૂપ થવાનો છે તેથી ઉદાહરણો અને સ્વાધ્યાય અંગ્રેજી ભાષામાં જ આપવા અનિવાર્ય હતા.