Hey Jivan! Relax Please!
By: Swami Sukhbodhanand
હે...જીવન રિલેક્ષ પ્લીઝ? - સ્વામી સુખબોધાનંદ
યોગ અને મેનેજમેન્ટનો અદભૂત સમન્વય !
જીવનમાં માનવને આપવાની ટેવ નથી.જેટલું વધુ આપશો તેનાથી વધુ તમને પાછું મળશે. સંઘરેલું ચાલ્યું જવાનું છે. મારું, મારું આપણે રટતા રહ્યા છીએ. શું મારામાંથી અમારું ન કરી શકીએ ? ' મારા ' માંથી " અમારું " એ સર્જનાત્મકતા છે. સર્જનાત્મકતા આંતરિક પ્રસન્નતા પ્રદાન કરે છે. સર્જનાત્મકતાની ઊંચાઇ એ દિવ્યતા છે.આનાથી વધુ સંતોષ બીજો કયો હોઈ શકે?
આ પુસ્તક જરૂર તમને જીવનમાં સંવાદિતા આપીને આધ્યાત્મિકતા તરફ લઇ જશે.તેનું સમજપૂર્વકનું વાંચન અને મનન જીવનનો ખાલીપો દૂર કરશે.સુંદર રીતે જીવન જીવવાનો સંતોષ મળી શકશે. તમારા જ્ઞાનની ક્ષિતિજમાં વધુને વધુ લોકોને આવરી લઈને માનવતા મેહકાવજો.ડહાપણથી જીવવાના જ્ઞાનનો પ્રચાર કરવો એ માનવતાની સેવા છે.ચાલો,આપણે પણ દૈવી અનુગ્રહના નિયમ (લો ઓફ ગ્રેઈસ) નો અનુભવ કરીએ .