Haiyu Mastak Haath
હૈયું - મસ્તક - હાથ
ભદ્રાયુ વછરાજાની
સ્વનીસબતની સંવાદયાત્રા
આપણાં મૂર્ધન્ય કવિશ્રી ઉમાશંકર જોશીનું એક મુક્તક ખુબજ જાણીતું છે:
'ત્રણ વાનાં મુજને મળ્યા, હૈયું - મસ્તક - હાથ
બહુ દઈ દીધું નાથ, જાં, ચોથું નથી માંગવું. '
ભદ્રાયુ વછરાજાનીનું આ પુસ્તક ઉપરોક્ત મુક્તકનું જાણે કે સદ્રષ્ટાંત વિવરણ કરીને, પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા વાચકને, સાબદો ને સાવધાન કરે છે.
૧૦૫ બોધકથાઓનું આ પુસ્તક કથાઓનો આસ્વાદ- આનંદ તો આપે જ છે પણ એની સાથે સાથે એમાં Education, Management, Training તથા Values ની વાતો પણ રોચક શૈલીમાં ગુંથી લેવામાં આવી છે. આ વાત જરા મોટેથી કરવાની જરૂર છે.
હૈયું: લાગણીઓ અને સંવેદનાનું જતન કરે છે.
મસ્તક: તર્કબુદ્ધિ દ્વારા જ્ઞાન - વિજ્ઞાનની સમાજ આપે છે.
હાથ : પરિશ્રમ ઉપરાંત કુશળ વહીવટ, આયોજનની સિદ્ધિ સંપડાવે છે.
હૈયું - મસ્તક - હાથ' એક બેઠકે વાંચી જવાનું પુસ્તક નથી, આ તો બે સાથીઓને કે બે સહકાર્યકરોએ કે બે અપરિચિત વ્યક્તિઓએ સાથે બેસીને વાગોળવાની પ્રયોગપોથી છે. આ પુસ્તકમાં ૧૦૫ નાની નાની કહાનીઓ જ નથી.... જીવન જીવવાની દિશાઓ ખોલી આપતી ૧૦૫ ચરિત્રકથાઓ છે. રોજ એક કહાની અને તે કહાની પરથી આત્મખોજ ! 'હૈયું - મસ્તક - હાથ ' Human Resource Management and Training માટે ૧૦૫ મોડ્યુલ્સ આપતી Practice Book છે. આ પુસ્તક, હૈયામાં સુઝે તેટલા ઉપયોગો, મસ્તકમાં આવે તેટલા વિચારો અને હાથને જચે તેટલી પ્રવૃતિઓનો સંદર્ભગ્રંથ છે. આ પુસ્તક નથી, જીવનનિચોડનો અર્ક છે, અમલ થયા પછીની સાર્થકતાનો સાર છે !
|