Get Well SoonBy: Kajal Oza Vaidya
Get વેલ Soon - કાજલ ઓઝા -વૈધ
સબંધો સાચવવાની સરળ ફોમર્યુંલા
આપણાં શરીરના કયા ભાગમાં મન આવેલું છે એ આપણે જાણતા નથી.કોઈએ આજ સુધી 'મન' ને જોયું નથી.પરંતુ આ 'મન' આપણાં,વ્યહારો અને જીવનનું સ્ટીયરિંગ વ્હિલ છે એ હવે સ્વીકારાઈ ચૂકયું છે.
માણસ તરીકે આપણે સહુએ આપણા મનને સમજવું જરૂરી છે.એટલુજ નહી,બીજાના મનને સમજવું પણ અનિવાર્ય છે. મન અને બુદ્ધિ બંને જુદા છે. માણસ વિચારે છે બુદ્ધિથી,પરંતુ વર્તે છે એની લાગણીઓ અને મનની દોરવણી પ્રમાણે... એક્શન અને રીએક્શનની વચ્ચે જીવતો માણસ સામાન્ય રીતે એક્શનથી જીવવા માંગે છે, પરંતુ રીએક્શનથી જીવતો જોવા મળે છે.
એક અગત્યની વાત એ છે કે આપણે સહુ શાંતિ માટે પ્રયત્નશીલ હોઈએ છીએ.સંબધો સુધારવા માંગીએ છીએ. ઉશ્કેરાટ અનુભવવા માંગતા નથી...તેમ છતાં અંતે એવી પરિસ્થિતિમાં મુકાઇ જઈએ છીએ જ્યાં ધ્રુણા,તિરસ્કાર,ક્રોધ અને અંતે પસ્તાવો આપણા ભાગે આવે છે.
આ પુસ્તક તમને તમારી સાચી સમસ્યાની ઓળખાણ કરાવશે. તમારા મન પર થતી પીડાદાયક અસરને ઘટાડીને સમસ્યાને સરળ બનાવવામાં મદદ કરશે તદ્દન પ્રામાણિકતાથી કોઈ પણ પ્રકારની બચાવવૃતીનો ઉપયોગ કર્યાં વિના અરીસાની સામે ઊભાં હોવ એ રીતે આ પુસ્તકનો ઉપયોગ કરશો તો 'સુખી થશો' એમ નથી,પરંતુ ઓછા દુઃખી થશો એ નક્કી છે.
|