Ekaltana Everest Par By Gunvant Shah (Psycho-lyrical Essays in Gujarati)
આ પુસ્તકમાં જીવન જીવતા હોવાનો ડોળ કરવામાં ખરેખર જીવવાનું વિસારે પડી જાય છે. સજ્જન હોવાનો ડોળ કરવામાં આપણી ખરી સજ્જનતાને લૂણો લાગી જાય છે. ચારિત્ર્યવાન હોવા કરતાંય જ્યારે ચારિત્ર્યવાન દેખાવું એ વધારે મહત્વનું લાગે ત્યારે જાણવું કે આપણા અસ્તિત્વ પર આપણું વ્યક્તિત્વ ચડી બેઠું છે. માણસ સતત એક કામ કરે છે. એ જેવો છે એવો પ્રગટ થવાને બદલે જેવો હોવો જોઈએ એવો દેખાવા મથે છે. ટુંકમાં,અસલ આદમીની જગ્યાએ કાયમ કોઈ બનાવટી માણસ પ્રગટ થયો રહે છે. કૃત્રિમતા પણ એક કાયમી બનીને થીજી જાય છે ?ખરી વાત એમ છે કે ચાવવાના અને બતાવવાના દાંત વચ્ચે જોજનના જોજ્નનું અંતર પડી જાય ત્યારે માણસ જીવવાનું ચૂકી જાય છે. માણસ દ્ધીદળ ચણા જેવો છે. ચણાની જેમ માણસના જીવનની પણ બે ફાડ પડી જાય છે: એક ખાનગી સ્વ અને બીજો જાહેર સ્વ.બંને સ્વ વચ્ચે ધર્ષણ વધી ન પડે એ માટે દંભનું લુબ્રિકેશન?