Ek J Jindagi Paryapt Nathi (Gujarati Translation of One Life Is Not Enough) by Natwar Singh
એક જ જિંદગી પર્યાપ્ત નથી : આત્મકથા
(Gujarati Translation of One Life is Not Enough)
કે.નટવર સિંહ
કુંવર નટવર સિંહ એક કુટનીતિજ્ઞ, રાજનેતા અને લેખક છે, જેમણે 2004-05 દરમ્યાન સરકારમાં ભારતના વિદેશ મંત્રીના રૂપમાં દેશ સેવા આપી ચુકેલા છે
એક હોશિંયાર કર્મચારી, ક્યારેક્ ગાંધી પરિવારની ખૂબ નજીક રહેલા અને પછી કોંગ્રેસમાંથી કાઢી મૂકાયેલા નટવર સિંહે પોતાના પુસ્તક વિશે કેટલાક મહત્વના ખુલાસા કર્યા છે. નટવર સિંહે ન્યૂઝ ચેનલ 'હેડલાઈન્સ ટુડે'ને આપેલા ઈન્ટરવ્યૂમાં પોતાના પુસ્તકના કેટલાક ભાગ વિશે ખુલાસો કરતા કહ્યું કે, ૨૦૦૪માં સોનિયા ગાંધી વડાપ્રધાન ન બન્યા તેનું સૌથી મોટું કારણ રાહુલ ગાંધી હતા. કેટલાક આવા જ ખુલાસા લઈને નટવર સિંહની આવનારી આત્મકથા 'વન લાઈફ ઈઝ નોટ ઈનફ' ઘણી ચર્ચામાં છે.
નટવર સિંહે ખુલાસો કર્યો છે કે, રાહુલ ગાંધીને બીક હતી કે તેમની માતા સોનિયા, દાદી ઈન્દિરા ગાંધી અને પિતા રાજીવ ગાંધીની જેમ પીએમ બની, તો તેમની પણ હત્યા કરી દેવામાં આવશે. એ જ કારણ હતું કે, રાહુલ ગાંધીને પુત્ર હોવાના સોગંધ આપી સોનિયાને પીએમ ન બનવા દીધા.
નટવર સિંહે જણાવ્યું કે, રાહુલ ગાંધીએ સોનિયા ગાંધીને વિચારવા માટે ૨૪ કલાકનો સમય આપ્યો હતો. જોકે, રાહુલ પુત્ર હોવાના નાતે પોતાનો નિર્ણય પહેલા જ સંભળાવી ચૂક્યા હતા. આખરે સોનિયા ગાંધીએ પણ રાહુલની અપીલ માનવી પડી.
કોંગ્રેસના પૂર્વ વિદેશમંત્રી નટવરસિંહનનું પુસ્તક ‘વન લાઈફ ઈઝ નોટ ઈનફ’ રાજકિય બેડામાં ભારે હલચલ મચાવી દિધી છે. ખાસ કરીને કોંગ્રેસ પક્ષમાં ભારે ચિંતા પ્રસરી છે. દરેક રાજકિય નેતા એ જાણવા માટે ઉત્સુક છે કે નટવસિંહની આવનારી પુસ્તકમાં એવું તે શું છે? જોકે નટવરસિંહે એક ચેનલને ઈન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં તેમણે ચોંકાવનારી બાબત જણાવી હતી કે 2004માં રાહુલ ગાંધીના કારણે સોનિયા ગાંધી વડા પ્રધાન ન બની શક્યા. આવા બીજા ખુલાસા પુસ્તકમાં છે જેના કારણે નટવર સિંહની આવનારી આત્મકથા ચર્ચામાં છે. નટરવ સિંહે ખુલાસો કર્યો હતો કે રાહુલ ગાંધીને એવો ડર હતો કે તેમની દાદી ઈન્દિરા ગાંધી અને પિતા રાજીવ ગાંધીની જેમ તેમની માતા એટલે કે સોનિયા ગાંધી જો વડાપ્રધાન બનશે તો તેમની પણ હત્યા કરવામાં આવશે. આજ કારણે રાહુલ ગાંધીએ દિકરા તરીકે સમ આપીને સોનિયા ગાંધીને પીએમ બનવા માટે રોક્યા હતા. રાહુલે પોતાની માતા સોનિયા ગાંધીને આ બાબતે વિચારવા માટે 24 કલાકનો સમય પણ આપ્યો હતો. છેવટે સોનિયા ગાંધીએ રાહુલની અપીલને માન્ય રાખી હતી. નટવરસિંહે કહ્યું હતું કે માતા-પુત્રની આ વાત તેમને ખબર હતી જેના પગલે પ્રિયંકા ગાંધી તેમને મળીને એવી અપીલ કરી હતી કે રાહુલ ગાંધીની સોનિયા ગાંધીને પીએમ પદ માટે સ્વિકાર ન કરવાવાળી વાતને પુસ્તકમાંથી રદ કરી નાખે. પ્રિયંકા સિવાય રાહુલ અને સોનિયા ગાંધીએ પણ આ પ્રકારની અપીલ કરી હતી.
રાજીવ ગાંધી સરકારમાં પહેલી વખત મંત્રી બનનાર નટવર સિંહે કહ્યું હતું કે સોનિયા ગાંધી રાજીવ ગાંધી કરતા વધુ સારા નેતા છે. નટવર સિંહનો દાવો કર્યો છે કે જૂની દુશ્મનાવટના કારણે આ પુસ્તક નથી લખી રહ્યા પરંતુ સત્યના આધારે આ પુસ્તક લખાઈ છે. મનમોહન સિંહનું પીઅમ બનવું એ લાલુ માટે દુઃખદાયક હતું.એક ઈન્ટરવ્યૂમાં નટવર સિંહે મનમોહન સિંહની પીએમ બનવાની કહાનીની પણ વાત કરી હતી. નટવર સિંહે બતાવ્યું હતું કે સોનિયા ગાંધીની ના પછી મનમોહન સિંહને પીએમ બનાવાનું નક્કી કરવામાં આવ્યું ત્યારે મનમોહન સિંહ પણ પીએમ બનવા માટે રાજી ન હતા. જ્યારે મનમોહન સિંહ પીએમ બન્યા ત્યારે લાલુ પ્રસાદ યાદવ પણ દુઃખી હતા
|