ડિજીટલ કિંગ સ્ટીવ જોબ્સ : ટેકનોલોજીના બેતાજ બાદશાહની પ્રેરક ગાથા
મેક કોમ્પ્યુટર,આઈપોડ, આઈફોન અઈપેડથી ઈતિહાસ રચનાર જીનીઅસ સ્ટીવ જોબ્સની થ્રીલર જેવી જીવનકથા સૌ પ્રથમવાર ગુજરાતીમાં - જેમાં છે તેના જીવનના વિવિધ રંગો:
ગજવામાં બસ્સો પાંચસો ડોલર લઇ જગત આખાને સર કરવા નીકળેલા ૧૯ વર્ષના છોકરડા પાસે માસ્ટર પ્લાન શું હોય ? સ્ટીવ પાસે તો બસ સ્વપ્નો હતાં અને એ સ્વપ્નો સાકાર કરવા માટેનું બેમિસાલ ઝનૂન હંતુ. આ સ્વપ્નો, આ ઝનૂન સિવાય તેની પાસે બીજું હતું પણ શું? શું તે સારો એડમિનિસ્ટ્રેટર હતો ? આવા કઈ કેટલાયે સવાલોના જવાબ વાચકોએ સ્વયં આ નાનું પુસ્તક વાંચીને જ મેળવવાના છે .
આમ છતાં જીવનમાં કયારેય પણ હતાશ થઇ જાવ, સમય -સંજોગ અને સ્વજનો સાથ ન આપતા હોય તેવું લાગે ,તમે ઠોકર ખાધી હોય, પડી ગયા હોય,સફળતા મળતી જ ના હોય ત્યારે આ પુસ્તક એકવાર જરૂરથી વાંચી જજો .અમને ખાતરી છે કે સ્ટીવની કથા તમારા તનમનમાં ધગધગતાં અંગાર જેવી ઉર્જા ભરી દેશે.