ડાયાબિટીસ માટે ૨૦૧ ટિપ્સ : ડાયાબિટીસના રોગીઓ માટે મૂલ્યવાન માર્ગદર્શન - ડો. બિમલ છાજેર આધુનિક સમયમાં ડાયાબિટીસ એક સામાન્ય રોગ બની ગયો છે. સમગ્ર વિશ્વ અને ભારતમાં ડાયાબિટીસના રોગીઓની સંખ્યા અતિશય ઝડપે વધી રહી છે.આ રોગ ઉધાયની જેમ રોગીના શરીરને ખોખલું કરી નાખે છે. તે કિડનીને નિષ્ફળ બનાવે છે. ઉપરાંત હૃદયરોગ,મૂર્છાવસ્થા અને ગેન્ગ્રીન જેવી પરિસ્થિતિ પણ આ જ રોગનું પરિણામ છે. આમ તો ડાયાબિટીસનો કોઈ કાયમી ઈલાજ કે સારવાર નથી, પરંતુ વ્યક્તિગત જીવનશૈલીમાં બદલાવ ,જાગૃતિ અને ખાવાપીવાની આદતોમાં સુધારાઓ મારફતે આ રોગને નિયંત્રણ હેઠળ લાવી શકાય છે . જો આ રોગ આગળ વધી જાય ,અનિયંત્રિત થાય તો પણ દવાઓ ઇન્સ્યુલીન તેમ જ જીવનશૈલીમાં ફેરફાર દ્વારા રોગ પર કાબૂ મેળવી શકાય છે. સ્વાસ્થ્ય તરફ બેકાળજી અને માહિતીનો અભાવ જ ડાયાબિટીસના મુખ્ય કારણ છે .ડાયાબિટીસના અનેક રોગીઓ ડાયાબિટીસના કારણ અને તેમાંથી મુક્તિ મેળવવાના ઉપાય વિશે જાણકારી ધરાવતા નથી. આ પુસ્તકમાં એ દરેક માહિતી આપને મળશે જે તમારે જાણવી અતિ અનિવાર્ય છે.