Darshakna Deshma by Manubhai Pancholi
દર્શકના દેશમાં - મનુભાઈ પંચોળી નવલકથાકાર દર્શકની નવલકથાઓમાં ઇતિહાસનું વિષયવસ્તુ ઐતિહાસિક બોધ, માનવજીવનસઘર્ષ, યુદ્ધ,પ્રણય,આદર્શ,જીવનમૂલ્યો, જીવન અને મૃત્યુ તથા જગત વિશેનું ચિંતન, નાયક-નાયિકાની આત્મકલ્યાણ સાથે વિશ્વકલ્યાણની મથામણ જોવા મળે છે, દર્શકનો કથા લોક મનહર અને મનભર છે. તેઓ ધર્મ-અધર્મ સત-અસત સંગ્રામનું આલેખન અંતે સત્યનો જય દર્શાવે છે. કથાની વસ્તું સંકલનમાં શૌથીલય દેખાય છે.નવલકથાઓ ચરિત્રાત્મક અને ઘટનાત્મક છે. એમના પર ગાંધીજી,ટાગોર અને બૌધદર્શનો પ્રભાવ હતો. તેમની નવલકથાઓમાં ગાંધીજી,બુદ્ધ, સોક્રેટીસ હરતા ફરતા ને ચિંતન વેરતા દેખાય છે.