Computerji Azim Premji સોફ્ટવેર ઉદ્યોગપતિ અઝીઝ પ્રેમજી દેશના 600 જીલ્લાના ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યુટના શિક્ષકો સાથે વિશ્વકક્ષાની યુનીવર્સીટી સ્થાપિત કરવા સક્રિય છે. વિશ્વપ્રસિદ્ધ ફોબ્સ મેગેઝીનને આપેલી મુલાકાતમાં 67 વર્ષીય અઝીઝ પ્રેમજી એ કહ્યું હતું કે, એ બહોળા સાધનસામગ્રી થી સંપન્ન વિશ્વકક્ષાની યુનીવર્સીટી હશે.અઝીઝ પ્રેમજી ફાઉન્ડેશન દ્વારા દેશમાં શેક્ષણિક પદ્ધતિમાં સુધારો કરવાનું ધ્યેય છે.શિક્ષકોને તાલીમ,પર્યાપ્ત સ્કુલ ભંડોળ અને શિક્ષણ ને લગતી અન્ય જરૂરિયાતોને લક્ષમાં રાખીને જ અઝીઝ પ્રેમજી ફાઉન્ડેશનની સ્થાપના કરવા માં આવી છે.9 વર્ષ પહેલા શરુ કરવામાં આવેલા આ ફાઉન્ડેશનની બ્રાંન્ડ વેલ્યુ હાલમાં 450 કરોડ રૂપિયા અથવા 101 મિલિયન ડોલર આંકવામાં આવી રહી છે. માઈક્રોસોફ્ટ સ્થાપક બીલ ગેટ્સની જેમ અઝીઝ પ્રેમજી પોતાના નાણા જીવનકાળ દરમિયાન જ સાર્વજનિક હિતાર્થે વાપરવા ઈચ્છે છે.