Chandarvo (Navalkatha) By Vaju Kotak
ચંદરવો - વજુ કોટક
એમના ક્રોધ પાછળ કલ્યાણની આવી ભવ્ય ભાવના છુપાયેલી છે એ વાત એમના સાથીદારો આપણને સમજાવી શક્યા નહિ. આપણે તો એટલું કહ્યું કે એ સ્વભાવે ક્રોધી અને તોછડા છે! પણ આપણે હવે જાણીએ છીએ કે એ મૂંગા મોઢેકેવી રીતે સતત સેવા કરી રહ્યા છે અને કોઈને કેવી રીતે મદદ કરતા રહે છે એ વાતની આપણને ખબર જ નથી પડતી! પોતે મહાન હોવા છતાં પણ આપણી સાથે એ એવી રીતે વર્તે છે કે જજને પોતે નાના છે- આપણને મહાન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે!
મધ્યાહનના સૂર્ય કરતા ઉદય પામતો સૂર્ય વધુ મોટો દેખાય છે, છતાં પણ એનો પ્રકાશ મધુર છે. આપનો પડછાયો એ ખુબ મોટો કરી બતાવે છે અને એ રીતે આપણને સમજાવે છે કે આપણામાં મહાન બનવાની શક્યતાઓ છુપાયેલી છે. એ અને એમના જેવા બીજા બધા મહાપુરુષો ઉગતા સૂર્ય જેવા મધુર છે.