Chanakyani Vyavahar Neeti
ચાણક્યની વ્યવહારનીતિ (ચરિત્રલક્ષી ગ્રંથ)
સ્વામી સચ્ચિદાનંદ
બધા યોગોમાં સૌથી મોટો વ્યવહારયોગ છે. બધા યોગો આવડતા હોય પણ વ્યવહારયોગ ન આવડતો હોય તો જીવન અશાન્ત અને નિષ્ફળ થઇ શકે છે. વ્યવહારની સફળતા એ જ જીવનની સફળતા કહેવાય
હજારો વર્ષ પૂર્વે ચાણક્ય થયા ચણક ઋષિના પુત્ર હોવાથી ચાણક્ય કહેવાયા અને શત્રુની કુટિલ ચાલોને નિષ્ફળ બનાવવાની કળા-ક્ષમતા ધરાવતા હોવાથી તેઓ કૌટિલ્ય પણ કહેવાયા તેમણે બહુજ મહત્વના શાસ્ત્રો રચ્યા છે.-અર્થશાસ્ત્ર અને રાજ્શાસ્ત્ર બંને રાજ્લક્ષી છે રાષ્ટ્રનું અર્થતંત્ર કેમ ચલાવવું તે માટે વિસ્તારથી નાની-મોટી બધી જ વાતોની ચર્ચા અને તેમનું નિરાકરણ આ શાસ્ત્રમાં સમાવિષ્ટ કરાયું આજે પણ આ શાસ્ત્ર એટલું જ પ્રસ્તુત છે, જેટલું તે રચાયું ત્યારે હતું
ચાણક્યનું ત્રીજું શાસ્ત્ર તે વ્યવહારશાસ્ત્ર કહેવાય વ્યવહારશાસ્ત્ર સૌના માટે મહત્વની વસ્તુ છે. કારણકે વ્યવહાર વિનાનો કોઈ નથી. ચાણકયે પ્રસ્તુત કરેલા શ્લોકો અને વિચારો વ્યવહારિક જ્ઞાનમાં બહુજ ઉપયોગી થઇ શકે છે.જો આ શાસ્ત્રનું વારંવાર સમજણપૂર્વક અનુશીલન કરવામાં આવે તો આ શાસ્ત્ર સર્વજન-ઉપયોગી છે,તેથી આ ગ્રંથ 'ચાણક્યની વ્યવહારનીતિ ' બન્યો છે. કારણકે આમાં વ્યવહાર જ વ્યવહાર ભર્યો છે
વ્યવહારના મુખ્યત: પાંચ ક્ષેત્રો છે. 1 રાજ્વ્યવહાર 2 ધર્મવ્યવહાર 3 સમાજ વ્યવહાર 4 અર્થવ્યવહાર અને 5 કામવ્યવહાર ચાણક્યે આ પાંચ વ્યવહારોને આ ગ્રંથમાં સાંકળી લીધા છે ગીતાની માફક ઘરઘરમાં આ વ્યવહારનીતિનું અધ્યયન કરાવવામાં આવે તો લોકો જીવનના અનેક અનર્થોથી બચી શકે છે. ખરેખર તો આ વ્યવહારગીતા છે
સ્વામી સચ્ચિદાનંદ નો જન્મ ૨૨ એપ્રિલ, ૧૯૩૨ના રોજ ઉત્તર ગુજરાતના મોટી ચાંદુર ગામે થયો હતો. તેમનું પૂર્વાશ્રમનું નામ નાનાલાલ મોતીલાલ ત્રિવેદી હતું. તેમણે વારાણસી સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાંથી વેદાન્તાચાર્ય ની પદવી મેળવી હતી. સ્વામી મુક્તાનંદજી ‘પરમહંસ’ તેમનાં ગુરુ છે.
તેમનો આશ્રમ દંતાલી (તા. પેટલાદ) ખાતે આવેલો છે.
મારા અનુભવો’ (૧૯૮૫) અને ‘વિદેશયાત્રાના પ્રેરક પ્રસંગો’ (૧૯૮૫) એમના ચરિત્રલક્ષી ગ્રંથો છે. ‘ભારતીય દર્શનો’ (૧૯૭૯), ‘સંસાર રામાયણ’ (૧૯૮૪), ‘વેદાન્ત સમીક્ષા’ (૧૯૮૭) વગેરે અધ્યાત્મ અને સંસ્કૃતિવિષયક ગ્રંથો છે.
|