Cardiogram - Gunvant Shah મારા અસ્તિત્વને ઝોકું આવી જાય અને નિઃશબ્દતા હચમચી ઊઠે ત્યારે ખરી પડેલા શબ્દોને વીણીવીણીને હું કાગળ પર પાથરી દઉં છું. પછી કલમને ટેરવે અક્ષરોના ટશિયા ફૂટતા નથી. ઝાકળમાં ટપકતા સૂનકારમાં ભળી ગયેલી મારી સ્મૃતિને સૂરજનાં કિરણો હતી-ન-હતી કરી નાખે ત્યારે મૌનમાં ઘૂંટાઈ ઘૂંટાઈને વેરાનમાં પથરાઈ રહે છે. મારી રિક્તતા અને હું રિક્તતાથી ભરાઈ જાઉં છું; ઊભરાઈ જાઉં છું.--ગુણવંત શાહ