બીઝનેસમેનની ભગવદગીતા “Crazy People Create History, Wise People Normally Read History’’ 30 વર્ષના અનુભવીની સબળ કલમે સફળતાના સોપાનો સર કરવાની સચોટ રીતો અનોખા લર્નિંગ પ્રોગ્રામ 'બીઝનેસમેન કી પાઠશાલા ના સ્થાપક દ્વારા સ્મોલ એન્ડ મિડિયમ સાઈઝડ એન્ટરપ્રાઈઝ(SMEs), ફેમિલી મેનેજડ બિઝનેશ (FMB),ઉત્સાહી ઉદ્યોગસાહસિક અને મેનેજર્સ અને એકઝીક્યુટીવ્સ માટે તૈયાર કરવામાં આવેલી વ્યવહારૂ અને સમયની કસોટીની એરણે ખરી ઉતરેલી એક અનોખી માર્ગદર્શિકા દવાની માફક જ જ્ઞાનને પણ હવે એક્સપાયરી ડેટ લાગુ પડે છે. સમય એટલો ઝડપી બન્યો છે. જો આજના સમયમાં ઉદ્યોગસાહસિકે અંતરરાષ્ટ્રીયસ્તરે નવા-નવા પડકારોનો સામનો કરવાની તાકાત વિકસાવવી હોય અને ઉદ્યોગજગતમાં અગ્રીમ સ્થાન મેળવવું હોય તો તેણે જાતને અપડેટ કરવી પડશે સતત નવું શીખતા રહેવું પડશે યાદ રાખો, દુનિયામાં જન્મતી દર દસ વ્યક્તિમાંથી બાકીની નવ પેલી દસમી વ્યક્તિ માટે કામમાં જોતરાતી હોય છે. માટે જાતને તૈયાર કરો, પેલી દસમી વ્યક્તિ બનવા માટે.