બોડીલેંગ્વેજ સુધારો વ્યક્તિત્વ નિખારો
ડો .મધુભાઈ કોઠારી
સેલ્ફ ડેવલપમેન્ટ સિરીઝ -
વ્યક્તિત્વ સુધારવાનું કામ સહેલું નથી . તેમાં અનેક બાબતો ધ્યાનમાં લેવી પડે છે।આધુનિક પ્રક્રિયા પ્રમાણે બોડી લેન્ગવેજનેપણ વ્યક્તિત્વ વિકાસમાં ખપ માં લેવી પડે છે। બોડીલેંગ્વેજનું પણ એક શાસ્ત્ર છે અને તેની જાણકારી ઘણી રીતે ફળદાયી નીવડે છે। વિશેષ કરીને જો વ્યક્તિત્વને પ્રભાવશાળી અને સમ્મોહંક બનાવવું હોય તો તેનો ખૂબીપૂર્વક ઉપયોગ કરવો પડે છે .
આ પુસ્તક માં બોડી લેન્ગવેજ ના વિવિધ પાસાઓની ઊંડાણથી ચર્ચા કરી છે। તેના સ્વરૂપની, તેના વ્યક્તિત્વ સાથે ના સંબંધોની અને તેમાં ભાગ ભજવતા ચહેરા, હાથપગ, હોઠ, આંગળીઓ , સ્પર્શ વગેરે ઘટકોની છણાવટ કરી છે। એટલું જ નહિ જે તે મુદ્દાને સરળ બનાવવા માટે દૈનિક જીવનના ઉદાહરણ પણ આપ્યા છે ટૂંક માં બોડી લેન્ગવેજના મનોવિજ્ઞાનની કિતાબ ખુલ્લી મૂકી દીધી છે .