ભોગ અને યોગ - ભાણદેવ
Bhog Ane Yog (Gujarati) by Bhaandev
વર્તમાન કાળમાં અધ્યાત્મના સ્વરૂપનું કથન પ્રત્યેક માનવી પરમાત્માનું વિશિષ્ટ સર્જન છે.પરંતુ કોઈ સદ્દભાગી માનવીમાં આ વિશિષ્ટા પ્રગટ સ્વરૂપ ધારણ કરે છે.પ્રત્યેક માનવી જીવનમાં યથાર્થ સ્વરૂપને સમજવા પ્રયત્નશીલ હોય છે.કોઈ સદ્ભાગી માનવીની આ સમજયાત્રા સતત અને તીવ્ર ગતિથી ચાલુ અને ચાલુ જ રહે છે!
શ્રી ભાણદેવ યોગી,યોગાચાર્ય અને યોગવિશારદ પણ છે.શ્રી ભાણદેવ અનેક વિદ્યાના તલસ્પર્શી અને અનુભવસિદ્ધ જ્ઞાતા છે!વેદ,ઉપનિષદ,શ્રીમદભાગવત,અધ્યાત્મવિદ્યા,યોગવિદ્યા,મીરાં,ગંગાસતી,જીવનવિકાસ,હિમાલય,શિક્ષણ,હિન્દુધર્મ,ભારતીય મનોવિજ્ઞાન,શ્રી ભાણદેવ 100 પુસ્તકો લખી ચુક્યા છે!