Ayurvedopchar (Panchkarma Upachar Sahit) By Bakulray Mehta
આયુર્વેદોપચાર ( પંચકર્મ ઉપચારો સહીત)
ડો.બકુલરાય મહેતા
A Handbook of Diagnosis & Ayurvedic Treatment
(સાંપ્રત સમાજને પીડતા અનેક રોગોનો પરિચય, પ્રકાર, ચિકિત્સા નું અનુભવસિદ્ધ પ્રયોગોનું પુસ્તક)
હિંદુ ધર્મ અનુસાર બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું, સાથોસાથ એક લાખ લોકોમાં આયુર્વેદની રચના કરી અને ક્રમશ: દક્ષ, પ્રજાપતિ, અશ્વિનીકુમારો , ઇન્દ્ર, ભારદ્વાજ અને મહર્ષિ આત્રેય દ્વારા પૃથ્વી પર આયુર્વેદનું અવતરણ થયું મહર્ષિ આત્રેય તક્ષશિલા વિશ્વવિદ્યાલયના કુલપતિ હતા તેમના શિષ્યો ચરક વિગેરે દ્વારા ચરક સંહિતા, સુશ્રુત સહિંતા, કાશ્યપ સંહિતા, હારિત સંહિતા વગેરે ગ્રંથોરૂપે આયુર્વેદનું વિસ્તરણ થયું, અન્ય એક માન્યતા મુજબ દેવો અને દાનવો દ્વારા થયેલા સમુદ્રમંથનથી જે સાત રત્નો પ્રાપ્ત થયા તેમાં વિષ્ણુ અવતાર -ભગવાન ધનવંતરિ અમૃતકળશ સાથે પ્રગટ થયા અને તે આયુર્વેદના આદ્યપ્રવર્તક 'ગોડ ઓફ આયુર્વેદ' ગણાયા તેમના શિષ્ય મહર્ષિ સુશ્રુત વિશ્વના પ્રથમ 'ફાધર ઓફ સર્જરી' ગણાય છે.
ભારતની ગ્રામ્ય પ્રજામાં આજેય આયુર્વેદનું જ્ઞાન પરંપરાગત રીતે જળવાયેલું છે. તુલસી, અરડૂસી, હળદર, લીમડો વગેરે વનસ્પતિઓ તથા રસોડામાં વપરાતાં હિગ, અજમો, લસણ,ધના-જીરું, મેથી, વરિયાળી, વગેરે મસાલાના ઔષધીય ઉપયોગો પણ થાય છે.
આ પુસ્તકના મૂળ ચરક, સુશ્રુત જેવા મહાન સંહિતા ગ્રંથોના પાયામાં છે.પ્રમેહ, પથરી જેવા પ્રાચીન વ્યાધિઓનો પણ આમાં સમાવેશ છે. બજારમાં ઉપલબ્ધ ઔષધોના ઉલ્લેખ ઉપરાંત જરૂરી જણાઈ ત્યાં પંચકર્મ સારવાર અને રસાયન ચિકિત્સાનો સમાવેશ પણ કર્યો છે. ગુર્જરભાષી પ્રજાને સરળતાથી આયુર્વેદ-સારવારનું જ્ઞાન મળી રહે તેવો, તેનો હેતુ છે.
|