Asim Ne Aangne
અસીમને આંગણે- સુરેશ ગાલા
કાશ્મીરની આદિ સંત કવયિત્રી લલ્લેશ્વરી રચિત " વાખ " નો ભાવાનુવાદ
કાશ્મીરની બહુ ચર્ચિત અને આદિકવયિત્રી પરમહંસ લલદયદૂને કાશ્મીરી જનતા લલ્લેશ્વરી, લલયોગેશ્વરી, લલા, લલારિકા આદિ નામથી ઓળખે છે. ભારતભરમાં થયેલ અનેક સંતોની જેમ લલ્લેશ્વરીએ કોઈપણ સંપ્રદાયમાં અટવાયા વિના પરમ સત્યને લોકવાણીમાં ' વાખ ' રૂપે વહાવ્યું છે.
લલ્લેશ્વરીએ કાશ્મીરી લિપિમાં રચેલ પદો જે ' વાખ 'ના નામથી પ્રસિદ્ધ છે. આ પુસ્તકમાં લલ્લેશ્વરીના મૂળ ' વાખ ' દેવનાગીરી લિપિમાં મૂક્યા છે અને એ વાખના સંસ્કૃતમાં પદ્યાનુવાદ પણ સાથે મૂક્યા છે, જે લલદયદૂ પુસ્તકમાંથી પસંદ કરેલ ૧૧૭ વાખનો અનુવાદ કરેલ છે.
કાશ્મીરમાં હજી પણ ઘરે ઘરે લલ્લેશ્વરીના વાખ ગવાય છે. જેના વાખમાં સાત ચક્રોનો, પંચપ્રાણનો, પ્રાણાયામનો, કુંડલીની જાગરણ આદિનો ઉલ્લેખ જોવા મળે છે. કાશ્મીરની પદયાત્રા દરમ્યાન પૂજ્ય શ્રી વિનોબાજીએ કહેલું કે ' કાશ્મીરમે દોહી નામ ચલતે હે, એક હૈ અલ્લા ઔર દૂસરા હૈ લલ્લા '