Amdavad Bataavu Chaalo
અમદાવાદ બતાવું ચાલો - સંપાદક : દિનેશ દેસાઈ , જયશ્રી દેસાઈ
અમદાવાદ એવું નગર છે,જે કાવ્યનો વિષય બની શકે. છસો વર્ષનો એનો રોમાંચક અને ઝળહળતો ઈતિહાસ છે. મિલઉદ્યોગને કારણે ' ભારતનું માન્ચેસ્ટર ',રાજકારણને કારણે ' પાટનગર ',ધર્મભાવનાને કારણે 'ધર્મનગરી' અને ક્રાંતિચળવળોને કારણે ' ક્રાંતિનગરી' તરીકેની એની ઓળખ થતી રહી છે. મહાત્મા ગાંધીની કર્મભૂમિ સમો અહીંનો 'સાબરમતી આશ્રમ' પ્રવાસીને ભાવમુગ્ધ કરે છે.
અમદાવાદ વિશેના નોખાં-અનોખાં કાવ્યોનો આ સંચય ગુજરાતી વાચકો માટે ઉપલબ્ધ કરનાર કવિ દિનેશ દેસાઈ અને જયશ્રી દેસાઈના આ સંગ્રહમાં કુલ ૯૫ કવિઓની અમદાવાદ વિષયક રચનાઓનો સમાવેશ કરી શકાયો છે.