Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Adhyatma Kathao
Bhaandev
Author Bhaandev
Publisher Pravin Prakashan Pvt. Ltd.
ISBN
No. Of Pages 480
Edition 2013
Format Hardbound
Language Gujarati
Price रु 400.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
5636_adhyatmakathao.Jpeg 5636_adhyatmakathao.Jpeg 5636_adhyatmakathao.Jpeg
 

Description

અધ્યાત્મ-કથાઓ

 

 

ભાણદેવ

સંસ્કૃતિની ધરોહર એવા વેદો, પુરાણો, ઉપનિષદો સહિત અનેક પ્રકારના વૈદિક ગ્રંથો સૌને સરળતાથી સમજાય તે માટે શ્રી ભાણદેવજીએ લેખનક્ષેત્રે અદ્દભુત કાર્ય કર્યું છે. તેમની તપઃપુત વાણીને સાંભળવી તે પણ એક લ્હાવો છે. તેમના અનેક પુસ્તકો પૈકી એક ‘અધ્યાત્મ-કથા’માં 108 જેટલી સુંદર કથાઓનો સમાવેશ થાય છે.

ભામતી

રાત્રિનો સમય છે. દક્ષિણ ભારતના એક નાના ગામના એક નાના મકાનની એક નાની ઓરડીમાં તેલનો એક નાનો દીપક બળી રહ્યો છે. ઓરડી નાની પણ સ્વચ્છ અને ગોમયથી લીંપેલી છે. એક ખૂણામાં પાણીની નાની માટલી મૂકેલી છે. દીપકની બાજુમાં કુશાસન પર એક મહાન સમર્થ પંડિત બેઠા બેઠા કોઈ ગંભીર ગહન ગ્રંથ લખી રહ્યા છે. પંડિતજી વચ્ચે વચ્ચે ગંભીર ચિંતનમાં લીન બની જાય છે અને પુનઃ લેખનકાર્યનો પ્રારંભ કરે છે.

 

દીપકમાં તેલ ખૂટી ગયું છે. પ્રકાશ ધીમે ધીમે મંદ બની રહ્યો છે. એક પ્રૌઢા સ્ત્રીએ આવીને દીપકમાં તેલ પૂર્યું. દીપકની વાટ પર મેશનો થર જામી ગયો હતો. તે સ્ત્રીએ વાટને મેશથી મુક્ત કરવાનો પ્રયત્ન કર્યો. તે વખતે દીપક હોલવાઈ ગયો. અંધકાર થતાં પંડિતજીનું લેખનકાર્ય બંધ થઈ ગયું. તે સ્ત્રીએ ત્વરાથી પુનઃ દીપકને પ્રજ્વલિત કર્યો. સ્ત્રી દીપકને પ્રજ્વલિત કરીને ઓરડીની બહાર જઈ રહી હતી અને તે વખતે પંડિતજીની દષ્ટિ તેના પર પડી. પંડિતજીએ કુતૂહલવશ કહ્યું :

‘દેવી, આપ કોણ છો ?’

સ્ત્રીએ હાથ જોડીને ઉત્તર આપ્યો : ‘દીપક હોલવાઈ જવાથી આપના કાર્યમાં વિધ્ન આવ્યું, તે માટે હું ક્ષમા માગું છું. ભગવન ! આપ આપનું લેખનકાર્ય ચાલુ રાખો.’

હવે પંડિતજીએ આગ્રહપૂર્વક પૂછ્યું :

‘ઊભા રહો. આપ કહો તો ખરા કે આપ કોણ છો ?’ સ્ત્રી તો મૌનભાવે હાથ જોડીને ઊભી જ રહી. પંડિતજીએ હાથમાંની પોથી નીચે મૂકી દીધી અને કહ્યું : ‘દેવી, જ્યાં સુધી આપ આપનો પરિચય નહિ આપો ત્યાં સુધી મારા લેખન કાર્યનો પુનઃ પ્રારંભ નહિ થાય.’

 

તે સ્ત્રીએ નેત્ર નીચા રાખીને, બંને હાથ જોડીને સંકોચપૂર્વક કહ્યું :

‘સ્વામિન ! હું આપની પરિણીતા પત્ની છું.’

પંડિતજીને આશ્ચર્ય થયું : ‘મારા લગ્ન ! મારી પત્ની !’ પંડિતજીને કાંઈક ઝાંખુ ઝાંખુ સ્મરણ થયું, પણ પૂરું સ્મરણ થતું નથી. આખરે તે નારીએ તેમને મદદ કરી. તેણે પંડિતજીને કહ્યું : ‘નાથ ! આજથી પચાસ વર્ષ પહેલાં મારા આપની સાથે અગ્નિની સાક્ષીએ લગ્ન થયા છે. ત્યારથી આજ સુધી આપ ગ્રંથલેખનમાં અને હું આપની સેવામાં સંલગ્ન છું !’

પંડિતજીના આશ્ચર્યની સીમા ન રહી. પંડિતજીને હવે સ્મરણ થયું. તેમણે પૂછ્યું :

‘દેવી, આપનું નામ શું છે ?’

‘આપની આ દાસીનું નામ ‘ભામતી’ છે.’

‘પચાસ વર્ષથી તમે અહીં મારી સાથે જ રહો છો ?’

‘હા, સ્વામી ! પચાસ વર્ષથી હું આપની સાથે જ રહું છું.’

‘પણ મને તો તમારી હાજરીની ખબર જ નથી !’

‘હા, નાથ ! આપ આપના આ ગ્રંથલેખન કાર્યમાં તલ્લીન બની ગયા છો. આપના આ કાર્યમાં જરા પણ બાધા ન પડે તેની કાળજી રાખીને હું આપની સેવામાં રત છું.’ પંડિતજી આશ્ચર્યથી સ્તબ્ધ બની ગયા. પંડિતજીને દુઃખ પણ થયું. પંડિતજીના હૃદયમાં થાય છે : ‘અ રે રે ! મારી ધર્મપત્નીની પચાસ વર્ષ સુધી મેં આવી ઘોર અવગણના કરી

 

આ પંડિતજી તે જ બ્રહ્મસૂત્ર-શાંકર ભાષ્યના મહાન ટીકાકાર – પંડિત વાચસ્પતિ મિશ્ર.

પંડિતજી ભામતીજીને પૂછે છે : ‘દેવી ! પચાસ વર્ષ સુધી આપણો ગૃહસ્થાશ્રમ કેવી રીતે ચાલ્યો ? પચાસ વર્ષ સુધી સતત સાથે છતાં તમે આટલાં મૂકભાવે, આટલા સંતાઈને કેવી રીતે રહી શક્યા ?’

ભામતીજી ઉત્તર આપે છે : ‘સ્વામીનાથ ! આપ આ જે ગ્રંથની રચના કરી રહ્યા છો, તે એક મહાન કાર્ય છે. હજારો વર્ષ સુધી લાખો માનવોને આ ગ્રંથ પ્રેરણા આપશે. આપ જે મહાન કાર્ય કરી રહ્યા છો, તેમાં સહાયભૂત થવું તે જ મારું કર્તવ્ય છે અને તેનું મેં પાલન કર્યું છે.’ પંડિતજીને મનમાં પોતાની ધર્મપત્નીની ઘોર અવગણના કરવા માટે પશ્ચાત્તાપ થાય છે. તેઓ કહે છે : ‘દેવી ! મેં તમને અન્યાય કર્યો છે. તમને પણ લગ્નજીવનના અરમાનો હશે. તમને પણ પતિસુખની ખેવના હશે. તમને પણ સંતાનપ્રાપ્તિની ઈચ્છા હશે અને તમને પણ સુખી ગૃહસ્થજીવન જીવવાની તમન્ના હશે. પરંતુ મેં તો તમને આમાંનું કશું જ આપ્યું નથી. દેવી ! મેં તમને સંસારસુખ આપ્યું નથી અને પત્ની તરીકેના તમારા સર્વ અધિકારોથી મેં તમને વંચિત જ રાખ્યા છે. મેં તમને ઘોર અન્યાય કર્યો છે, મેં પાપ કર્યું છે. દેવી ! તમે મને ક્ષમા કરો.’

 

ભામતીજી આંખમાં અશ્રુ વહાવતાં વહાવતાં અને કાકલૂદી કરતાં કરતાં બોલ્યા :

‘સ્વામીનાથ ! આપ કૃપા કરીને આવું વિચારશો નહિ અને આવું બોલો પણ નહિ. આપની સેવા અને આપના જીવનકાર્યમાં સાથ-સહકાર આપવા સિવાય મારી કોઈ એષણા નથી. નદી જેમ સમુદ્રમાં વિલીન થઈ જાય તેમાં જ તેની કૃતાર્થતા છે, તેમ મારું જીવન આપના જીવનમાં વિલીન થઈ જાય તેમાં જ મારા જીવનની કૃતાર્થતા છે. મેં તો જીવનમાં કાંઈ ગુમાવ્યું નથી. આપને પામીને, આપની સેવા પામીને, આપનાં જીવનકાર્યમાં સાથ આપીને હું બધું જ પામી છું. એ સિવાય મારા મનમાં કાંઈ પામવાની ઈચ્છા નથી.’

 

પંડિતજીની આંખમાંથી ઝરઝર આંસુઓ ઝરવા લાગ્યા. પત્ની પ્રત્યેના અહોભાવથી પંડિતજીનું હૃદય ભરાઈ ગયું. પંડિતજી કહે છે : ‘ભગવાન વેદવ્યાસે વર્ષોની તપશ્ચર્યા પછી ઉપનિષદોના અર્થની શાસ્ત્રીય વિવેચના કરતા ગ્રંથ ‘બ્રહ્મસૂત્ર’ની રચના કરી છે. ભગવાન આદિ શંકરાચાર્યે આ ગ્રંથ પર પોતાનું અપ્રતિમ ‘શાંકરભાષ્ય’ રચ્યું છે. વેદાંતના તત્વો સમજવા માટે આ બંને ગ્રંથો અપ્રતિમ છે. મેં જીવનભર આ બંને ગ્રંથોનું પરિશીલન કર્યું છે. આ બંને ગ્રંથો ગહન અને કઠિન પણ છે. મેં વર્ષો સુધી એકાગ્ર બનીને આ ગ્રંથો પર ટીકાની રચના કરી છે. મારું આ કાર્ય હજારો વર્ષો સુધી લાખો લોકોને ઉપયોગી થશે અને સૌની નજરમાં આ કાર્ય મહાન કાર્ય ગણાશે. પરંતુ દેવી ! ખાતરી રાખજો કે તમારી પચાસ વર્ષ પર્યંતની મૌન સેવા અને સહયોગ મારા આ મહાનકાર્યથી પણ સહસ્ત્રગણું મહાન કાર્ય છે. લોકો મારા ગ્રંથથી મને તો જાણશે, પરંતુ તમારી આ મહાન સેવા અને મહાન કાર્યને પણ જાણે, તે હેતુથી દુનિયામાં આ ટીકા ‘ભામતી ટીકા’ તરીકે ઓળખાશે. હું આ ટીકાના સમાપન ટાણે, આજ તેને ‘ભામતી ટીકા’ નામ આપું છું.’

 

જગપ્રસિદ્ધ પંડિતશિરોમણિ શ્રી વાચસ્પતિ મિશ્રની બ્રહ્મસૂત્ર-શાંકરભાષ્ય પરની આ જગપ્રસિદ્ધ ટીકા આજે પણ ‘ભામતી ટીકા’ તરીકે પ્રસિદ્ધ છે. આ મહાન ટીકા વેદાંતદર્શનનું અપ્રતિમ રત્ન મનાય છે. આ ટીકા દ્વારા લોકો ભામતીજીના અપ્રતિમ ત્યાગનું પણ અહોભાવપૂર્વક સ્મરણ કરે છે. વિશ્વને આંજી દે તેવા, સિકંદરના દિગ્વિજય જેવા મહાન કાર્યોની ઈતિહાસ અને લોકો નોંધ લે છે અને તેવા કાર્યોને સૌ હોંશે હોંશે યાદ કરે છે. પરંતુ શાંતભાવે થયેલાં અજ્ઞાત કાર્યોની કોઈ ભાગ્યે જ નોંધ લે છે, પરંતુ તેથી તેવાં કાર્યોનું મૂલ્ય ઓછું છે, તેમ નથી. પોતાની જાતને વિલીન કરી નાખવી, સાવ પડદા પાછળ રહીને ચુપચાપ જીવવું, કોઈના મહાન કાર્યમાં મૌનપૂર્વક સહયોગ આપીને પણ પોતે તો સાવ અજ્ઞાત રહેવું, પોતે મટી જઈને, પોતે જાણે છે જ નહિ તેવી રીતે જીવવું અને પોતાના માટે કશું જ પામવા માટે નહિ, પરંતુ બીજાના માટે પોતાની જાતને ગાળી નાખવી – આ કાંઈ સહેલું નથી. મટી જવાની કળા, સૌથી મોટી કળા છે !

આટલી મહાનતા તો એક સ્ત્રી દાખવી શકે, પુરુષનું આટલું ગજું નહિ !

Adhyatma Kathao-Bhaandev

 

 

 

Subjects

You may also like
  • Nava Vichaaro
    Price: रु 160.00
  • Vastavikta
    Price: रु 180.00
  • Surya Ni Aamantran Patrika
    Price: रु 95.00
  • Param Sameepe
    Price: रु 160.00
  • Shakti Vartman Ni (GUJARATI TRANSLATION OF THE POWER OF NOW)
    Price: रु 350.00
  • Bharat Na Aadhyatmik Rahasyo Ni Khoj Ma
    Price: रु 300.00
  • Sambhog Thi Samadhi Taraf
    Price: रु 150.00
  • Mansik Shanti Na Saral Upay (Gujarati)
    Price: रु 100.00
  • Mangangotri
    Price: रु 375.00
  • Osho Nu Kelvanidarshan
    Price: रु 200.00
  • Sadguru Na Saanidhyama (Part 1 and 2)
    Price: रु 600.00
  • Man Na Meghdhanush
    Price: रु 200.00